For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાન જીતી તો ગયુ પરંતુ 31 ઓગસ્ટ પહેલા નહિ બનાવી શકે સરકાર, અમેરિકા સાથે ડીલ બની અડચણ

તાલિબાનના નેતાઓની 31 ઓગસ્ટ સુધી નવી સરકારની રચનાને લઈને કોઈ યોજના નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદ હવે તાલિબાની નેતા ત્યાં નવી સરકારની રચનાની તૈયારી કરી રહ્યા છે. જો કે તે આ કામમાં કોઈ રીતે ઉતાવળ નથી ઈચ્છતા. મીડિયા રિપોર્ટ મુજબ એક અફઘાન અધિકારીએ જણાવ્યુ છે કે તાલિબાનના નેતાઓની 31 ઓગસ્ટ સુધી નવી સરકારની રચનાને લઈને કોઈ યોજના નથી. તમને જણાવી દઈએ કે આ તારીખ સુધી અમેરિકી સૈનિકોની અફઘાનિસ્તાનમાં પૂર્ણ વાપસીની સમયસીમા છે.

taliban

તાલિબાનની છે અમેરિકા સાથે આ સમજૂતી

ન્યૂઝ 18ના સમાચાર મુજબ અફઘાન અધિકારીએ પોતાના નામને બહાર ન લાવવાની શરતે જણાવ્યુ કે તાલિબાનના મુખ્ય વાર્તાકાર અનસ હક્કાનીએ પોતાની પૂર્વ સરકારના વાર્તાકારોને કહ્યુ છે કે તાલિબાનની અમેરિકા સાથે સમજૂતી છે કે જ્યાં સુધી તેમના સૈનિક પાછા નહિ જાય ત્યાં સુધી રાજકીય દ્રષ્ટિએ કંઈ કરવાનુ નથી.

શું યોજના હશે તાલિબાનની

અફઘાન અધિકારીએ જણાવ્યુ કે હક્કાનીના નિવેદનથી એ ચિંતા છે કે તાલિબાન 31 ઓગસ્ટ બાદ માટે શું યોજના બનાવી રહ્યુ છે અને શું તે આગલી સરકારમાં બિન તાલિબાની અધિકારીઓને શામેલ કરવાના વચનને પૂરુ કરશે. તાલિબાને હજુ સુધી એ નથી જણાવ્યુ કે અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળોને બદલવાની તેમની યોજના છે કે નહિ.

અફઘાનિસ્તાનમાં 5200 સૈનિકોની છે હાજરી

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં હજુ અમેરિકી સૈનિકોની સંખ્યા 5200ની આસપાસ છે. આ માહતી અમેરિકી સેનાના એક જનરલે આપી છે. અમેરિકી સેનાના મેજર જનરલ વિલિયમ હેંકે ગુરુવારે કહ્યુ હતુ કે કાબુલમાં અમેરિકી સૈનિક 5200થી વધુ છે. તેમણે કહ્યુ કે કાબુલ એરપોર્ટ સુરક્ષિત છે અને ઉડાન સંચાલક માટે ખુલ્લુ છે. તેમણે કહ્યુ કે હજુ સુધી અફઘાનિસ્તાનથી 7000 લોકોને કાઢવામાં આવ્યા છે.

English summary
Taliban won't form govt in afghanistan until US army back to America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X