• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાત ભારતની ‘અફસર બેટી’ સ્નેહા દુબેની, જેને UNમાં ઇમરાન ખાનનો ક્લાસ લીધો!

By Desk
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 25 સપ્ટેમ્બર: ભારત અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શબ્દોથી યુદ્ધ લડાઈ ગયું, આ યદ્ધમાં એક ભારતીય 'સૈનિકે પાકિસ્તાનના વજીરને હરાવી દીધો. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ભારત પર નકામાં આરોપો લગાવ્યા. આ આરોપો પર સંયુક્ત રાષ્ટ્રમાં હાજર ભારતીય અફસર બેટીથી ન રહેવાયું અને તેને પાકિસ્તાનના વજીર-એ-આઝમને એવો પાઠ ભણાવ્યો કે ઈમરાન ખાન તેને આજીવન યાદ રાખશે. હવે ભારતની આ દીકરીની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.

અફસર બેટી સ્નેહા દુબે

અફસર બેટી સ્નેહા દુબે

દરેક વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સમાં જૂનો કાશ્મીર રાગ આલેપ્યો. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત વૈશ્વિક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતીય અધિકારી સ્નેહા દુબે ફટકાર લગાવી. સ્નેહા દુબે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ છે અને તેને આતંકવાદથી લઈને પાકિસ્તાન સુધીના દરેક પ્રોપોગેડા મુદ્દે મજબૂત શબ્દોમાં જવાબ આપ્યો છે.

જવાબ આપવાના અધિકારનો ઉપયોગ

જવાબ આપવાના અધિકારનો ઉપયોગ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને ઈમરાન ખાને લગાવેલા તમામ આરોપોનો સખત શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ મુક્ત શાસન ભોગવે છે અને પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સમગ્ર વિશ્વની સુરક્ષા વ્યવસ્થા માટે મોટો ખતરો છે. સ્નેહા દુબેએ કહ્યું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જે સમગ્ર વિશ્વમાં 'આગ લગાડવા' માટે કુખ્યાત છે અને પોતાને 'અગ્નિશામક' તરીકે રજૂ કરે છે.

યુએન પ્લેટફોર્મનો દુરુપયોગ

યુએન પ્લેટફોર્મનો દુરુપયોગ

સ્નેહા દુબેના મજબૂત શબ્દો સાંભળીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું વાતાવરણ એકદમ શાંત હતું અને દરેક દેશના રાજદ્વારીઓ તેના શબ્દો સાંભળી રહ્યા હતા. સ્નેહા દુબેએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના નેતાએ યુએન પ્લેટફોર્મનો ઉપયોગ મારા દેશ વિરુદ્ધ ખોટો અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર ફેલાવવા માટે કર્યો હોય. પાકિસ્તાનના નેતાઓ તેમના દેશની દયનીય સ્થિતિથી વિશ્વનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરતા રહે છે, જ્યાં આતંકવાદીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનના સામાન્ય નાગરિકો, ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકો પર ભારે અત્યાચાર થાય છે.

કોણ છે સ્નેહા દુબે?

કોણ છે સ્નેહા દુબે?

પાકિસ્તાન પર સિંહની જેમ ગર્જના કરનાર અને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ક્લાસ લેનાર સ્નેહા દુબેએ પ્રથમ પ્રયાસમાં જ UPSC ની પરીક્ષા પાસ કરી હતી અને 2012 ની બેચના અધિકારી છે. તેમને ભારતીય વિદેશ સેવામાં કામ કરવાની તક મળી અને ભારતીય વિદેશ મંત્રાલયમાં તેમની નિમણૂક થઈ. વર્ષ 2014 તેણીને મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવી હતી અને હાલમાં તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રથમ સચિવ તરીકે તૈનાત છે.

વિદેશ સેવામાં જોડાવાનું નક્કી કર્યું

વિદેશ સેવામાં જોડાવાનું નક્કી કર્યું

રિપોર્ટ અનુસાર સ્નેહા દુબેને શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય બાબતોમાં રસ હતો અને તેથી જ તેણે ભારતીય વિદેશ સેવામાં કામ કરવાનું નક્કી કર્યું. જવાહરલાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને એમએ અને એમફિલની ડિગ્રી મેળવી. તેનું પ્રારંભિક શિક્ષણ ગોવામાં થયું અને પછી પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતક થયા. એકવાર સ્નેહા દુબેએ કહ્યું હતું કે તેના પરિવારનો કોઈ સભ્ય ભારતીય સિવિલ સર્વિસમાં નથી અને તેના પિતા બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે, જ્યારે સ્નેહાની માતા શિક્ષિકા છે અને ભાઈ બિઝનેસ ચલાવે છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રતિનિધિ

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રતિનિધિ

એક સાધારણ ભારતીય પરિવારની દિકરી સ્નેહા દુબે આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને જે રીતે તેણે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ખખડાવ્યું છે તે પાકિસ્તાન માટે ભૂલવું શક્ય નહીં હોય. આ સાથે સ્નેહા દુબેની આક્રમકતાએ નક્કી કરી દીધુ છે આવનારા સમયમાં ભારતની વિદેશ નીતિ કેવી રીતે બનશે અને ભારત દુશ્મન દેશોને કોઈ પણ પ્લેટફોર્મ પર કઈ રીતે જવાબ આપવા જઈ રહ્યું છે.

આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન પાકિસ્તાન

આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન પાકિસ્તાન

સ્નેહાએ પાકિસ્તાનને ફટકાક લગાવતા કહ્યું કે, ઘણા દેશો જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેને સક્રિયપણે ટેકો પણ આપે છે. આ પાકિસ્તાનનો ખુલ્લો ઇતિહાસ છે. પાકિસ્તાનની નીતિ આતંકવાદીઓને રક્ષણ આપવાની રહી છે અને પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં ઓસામા બિન લાદેનને શહીદ માનવામાં આવે છે. પાકિસ્તાનના નેતાઓ ઓસામા બિન લાદેનને આતંકવાદી માનતા નથી, પરંતુ સમગ્ર વિશ્વ જાણે છે કે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં છુપાવા જગ્યા આપવામાં આવી હતી.

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતીય અધિકારી પુત્રીએ ગર્જના કરી અને કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. પાકિસ્તાનને વિશ્વ મંચ પર ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાને તરત જ કાશ્મીરનો તે ભાગ ખાલી કરવો જોઈએ કે જેના પર તેણે ગેરકાયદે કબજો કર્યો છે. સ્નેહા દુબેએ કહ્યું કે અમે પાકિસ્તાન પાસેથી ભારતની જમીન તાત્કાલિક ખાલી કરવાની માંગ કરીએ છીએ, જેના પર તેણે ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.

English summary
Talk about India's 'Afsar Betty' Sneha Dubey, who took Imran Khan's class at UN!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X