For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tamil Nadu Result: જાણો કોણ છે કમલ હાસનને હરાવનાર ભાજપના વનાતિ શ્રીનિવાસન?

આવો, અમે જણાવીએ કે ભાજપના આ મહિલા નેતા વિશે જેમણે કોઈમ્બતૂર દક્ષિણ સીટ પર કમળ ખીલવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુના વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર કરીને કોઈમ્બતૂર દક્ષિણ સીટ પર ભાજપના ઉમેદવાર વનાતિ શ્રીનિવાસને મક્કલ નીધિ મય્યમ પાર્ટીના પ્રમુખ અને સુપર સ્ટાર કમલ હાસનને હરાવી દીધા છે. પહેલી વાર ચૂંટણી મેદાનમાં આવેલા કમલ હાસનને હરાવનાર વનાતિ શ્રીનિવાસનની અચાનક સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. આવો, અમે જણાવીએ કે ભાજપના આ મહિલા નેતા વિશે જેમણે કોઈમ્બતૂર દક્ષિણ સીટ પર કમળ ખીલવ્યુ છે.

પહેલી વાર કોઈમ્બતૂર દક્ષિણમાં ખીલ્યુ કમળ

પહેલી વાર કોઈમ્બતૂર દક્ષિણમાં ખીલ્યુ કમળ

દક્ષિણ ભારતના માનચેસ્ટર ગણાતા કોઈમ્બતૂરની આ સીટ પહેલી વાર ભાજપના હાથમાં આવી છે. રાજનીતિના મેદાનમાં પહેલી વાર નસીબ અજમાવવા ઉતરેલા સુપરસ્ટારથી નેતા બનેલા કમલ હાસને આ સીટને સરળતાથી સમજીને પસંદ કરી હતી પરંતુ ભાજપ ઉમેદવાર વનાથિ શ્રીનિવાસને ધૂળ ચટાવી દીધી. વનાતિ શ્રીનિવાસનને 52,627 મતો મળ્યા છે જ્યારે કમલ હાસનને 51087 મત મળ્યા છે. એક તરફ કમલ હાસનને જ્યાં પોતાના સ્ટારડમના સહારે રાજનીતિની પિચ પર સારા સ્કોરનો ભરોસો હતો ત્યાં વનાતિનો આ ક્ષેત્રમાં લાંબા સમયથી અડગ રહેવુ કામ લાગ્યુ. વનાતિ શ્રીનિવાસનને ભલે ઉત્તર ભારતના બહુ ઓછા લોકો જાણતા હોય પરંતુ દક્ષિણ ભારત અને તેમાં પણ ખાસ કરીને તમિલનાડુમાં પાર્ટીનો ચર્ચિત ચહેરો છે. તે એક ઓછી જાણીતી પાર્ટીનો જાણીતો ચહેરો છે એમ કહેવુ ખોટુ નહિ ગણાય. વનાતિ શ્રીનિવાસન ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ છે અને કોઈમ્બતૂર દક્ષિણમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે.

રંગ લાવી વનાતિની મહેનત

રંગ લાવી વનાતિની મહેનત

કમલ હાસને જ્યારે આ સીટ પર લડવાનુ એલાન કર્યુ હતુ ત્યારે તેમના સ્ટારડમ છતાં કમલ હાસનની જીતને મુશ્કેલ માનવામાં આવી રહી હતી. આનુ કારણ મોટી સંખ્યામાં મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસ વસ્તીવાળા આ વિધાનસભા સીટમાં 12 ટકા સવર્ણ વોટર છે જે ઉત્તર ભારતીય મૂળના છે. તેમને ભાજપના સપોર્ટર માનવામાં આવે છે. આ સીટ પર 10 ટકાથી વધુ લઘુમતી મતદારો છે. વનાતિ શ્રીનિવાસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ આ સીટથી નસીબ અજમાવ્યુ હતુ પરંતુ ત્યારે તેઓ હારી ગયા હતા. જો કે તેમણે સારુ પ્રદર્શન કરીને ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ.

'ચૂંટણી પંચની મદદ વિના બંગાળમાં 50 સીટ પણ ના જીતી શકત BJP''ચૂંટણી પંચની મદદ વિના બંગાળમાં 50 સીટ પણ ના જીતી શકત BJP'

2016ની ચૂંટણીમાં નોંધાવી હતી ઉપસ્થિતિ

2016ની ચૂંટણીમાં નોંધાવી હતી ઉપસ્થિતિ

કોઈમ્બતૂર દક્ષિણ સીટની રચના 2008માં થઈ હતી. પહેલી વાર 2011માં આ સીટ પર થયેલ ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને માત્ર 5 હજાર વોટ મળ્યા હતા પરંતુ 2016માં ભાજપે અહીંથી વનાતિ શ્રીનિવાસનને મેદાનમાં ઉતાર્યા હતા. શ્રીનિવાસને જોરદાર ચૂંટણી લડી અને ત્રીજા નંબર પર રહ્યા. તેમને 21 ટકા સાથે 33,113 વોટ મળ્યા હતા. 2016ની ચૂંટણીમાં આ સીટ પર એઆઈએડીએમકેના ઉમેદવાર અર્જૂનને 59,788 વોટ મેળવીને જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર મયૂર જયકુમારને 42369 વોટ મળ્યા હતા અને તેઓ બીજા નંબરે હતા. આ વખતે ભાજપને પીએમ મોદીની કરિશ્માની આશા હતી. બીજી તરફ એઆઈએડીએમકે સાથે ગઠબંધને પણ જીતની આશાને મજબૂત કરી દીધી હતી. ભાજપ ઉમેદવાર શ્રીનિવાસનને ચૂંટણી મેદાનમાં સ્થાનિક નેતાઓનો સહયોગ ન મળવાની પણ ચર્ચા સામે આવી હતી. આના પર તેમનુ કહેવુ હતુ કે મહિલા નેતાઓને દરેક જગ્યાએ સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ મારુ ધ્યાન જનતાની સેવા પર છે.

English summary
Tamil Nadu Election Result: Vanathi Srinivasan defeated Kamal Hassan on Coimbtore seat, Know all about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X