For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTIમાં ખુલાસોઃ તમિલનાડુ સરકારે જયલલિતાના અંતિમ સંસ્કારમાં ફૂંક્યા 1 કરોડ

તમિલનાડુ સરકારે જયલલિતાના અંતિમ સંસ્કારમાં ફૂંક્યા 1 કરોડ

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુ સરકારે ડિસેમ્બર 2016માં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના અંતિમ સંસ્કાર સમારોહમાં 99.33 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ખુલાસો હાલમાં જ દાખલ કરેલ એક આરટીઆઈમાં થયો છે. આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે, તમિલનાડુ સરકારે જયલલિાના ઈલાજ પર કોઈ ખર્ચ કર્યો નથી. જ્યારે એઆઈડીએમકેના પૂર્વ સર્વોચ્ચ નેતાના મૃત્યુ મામલે થયેલ તપાસ પર નાયબ મુખ્યમંત્રી ઓ નિરસેલ્વમ અને પાર્ટીના કેટલાક નેતાઓને શંકા ઉદ્ભવી હતી. જણાવી દઈએ કે જસ્ટિસ અરુમૂગાસ્વામીની કમિટી આ મામલાની તપાસ કરી રહી છે.

આરટીઆઈ કરી

આરટીઆઈ કરી

મદુરાઈના રહેવાસી સૈયદ થમીમે મૃત્યુના કારણોને જાણવા માટે આ આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં થમીમે સરકારને પૂછ્યું હતું કે, જયલલિતાના અંતિમ સંસ્કારમાં સરકારે કેટલો ખર્ચ કર્યો હતો. જેના પર રાજ્ય સાર્વજનિક સૂચના અધિકારીએ જણાવ્યું કે સરકાર તરફથી જયલલિતાના અંતિમ સંસ્કારમાં 99.33 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

જાણો કેટલો ખર્ચ થયો

જાણો કેટલો ખર્ચ થયો

પરંતું જ્યારે થમીમે પૂછ્યું કે અપોલોમાં જયલલિતાના ઈલાજ પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો તો, એમના ઉપચાર પર તમિલનાડુ સરકારે કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. જ્યારે અન્ય સવાલમાં અધિકારીને પૂછવામાં આવ્યું કે શું જયલલિતાનું મૃત્યુ 5 ડિસેમ્બર 2016ના રોજ જ થઈ ગયું હતું? કેમ કે અફવાહ હતી કે જયલલિતાનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું, પરંતુ સરકારે તેની ઘોષણા કરવામાં વિલંબ કર્યો હતો.

સરકારે શું જવાબ આપ્યો

સરકારે શું જવાબ આપ્યો

અરજદારે તમિલનાડુના વિધાનસભા સચિવને પણ પૂછ્યું કે જયલલિતાના મૃત્યુ બાદ એમએએ પેંશનનો લાભ કોણ પ્રાપ્ત કરી રહ્યું છે? જણાવી દઈએ કે જસ્ટિસ અરુમૂગાસ્વામી આ મામલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂક્યા છે.

અમૃતસર ટ્રેન અકસ્માતઃ સિદ્ધુએ રેલવે પર ઉઠાવ્યો મોટો સવાલ અમૃતસર ટ્રેન અકસ્માતઃ સિદ્ધુએ રેલવે પર ઉઠાવ્યો મોટો સવાલ

English summary
Tamil Nadu government spent Rs 1 crore on Jayalalithaa’s funeral RTI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X