For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: તમિલનાડુમાં ભારે વરસાદ, 55 લોકોની મોત

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે મરનાર લોકો સંખ્યામાં વધીને 55 થઇ ગઇ છે. પાછલા કેટલાક દિવસોથી અહીં થઇ રહેલા ભારે વરસાદના કારણે રાજધાની સમતે સમગ્ર તમિલનાડુમાં જનજીવન ખોરવાયું છે.

વળી સ્થિતિની ગંભીરતાને જોતા ચેન્નઇમાં શાળા અને કોલેજ પણ બંધ કરવામાં આવી છે. તથા કેટલીક ફ્લાઇટો કેન્સલ થવાથી મુસાફરોને હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે. તો બીજી તરફ ચેન્નઇના અન્નાસલાઇ રોડ, પૂંગમલ્લી હાઇવે અને જીએસટી રોડ પર પણ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ અને પાણી ભરાવાથી લોકની મુશ્કેલીઓ વધી છે.

ત્યારે વરસાદના કારણે જે લોકોની મોત થઇ છે તે અંગે રાજ્યના મુખ્યમંત્રી જયલલિતાએ શોક વ્યક્ત કર્યો છે. તથા ચેન્નઇની પાસે આવેલા તિરુવલ્લુવર જિલ્લાને આ વરસાદના કારણે સૌથી વધુ નુક્શાન થયું છે. ત્યારે તમિલનાડુમાં આવેલા ભારે વરસાદની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મૃત્યુ આંક 55

મૃત્યુ આંક 55

તમિલનાડુમાં પાછલા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ચક્રવાતના લીધે મરનારા લોકોનો આંકડો વધીને 55 થઇ ગયો છે.

રેલ, રસ્તા ઠપ્પ

રેલ, રસ્તા ઠપ્પ

વળી ભારે વરસાદના કારણે રેલમાર્ગ અને રસ્તાઓ પણ ઠપ્પ થઇ ગયા છે. અને આના કારણે અનેક મુસાફરોને હાલાકી ઉઠાવવી પડી રહી છે.

ઠેર ઠેર પાણી ભરાય

ઠેર ઠેર પાણી ભરાય

નોંધનીય છે કે દક્ષિણ ચેન્નઇના કેટલાક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અને સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે.

સ્કૂલ કોલેજ બંધ

સ્કૂલ કોલેજ બંધ

ત્યારે રાજ્ય અને ચેન્નઇની શાળા કોલેજને પ્રશાસનને બંધ કરાવી દીધી છે. અને પાણી નીકાળવાનો પ્રયાસો હાથ ધરાયા છે.

ટ્રાફિક જામ

ટ્રાફિક જામ

ઠેર ઠેર પાણી ભરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયેલો જોવા મળ્યો છે. અને લોકોને પગપાળા જવાનો વારો આવ્યો છે.

જયલલિતાએ જતાવ્યો શોક

જયલલિતાએ જતાવ્યો શોક

જો કે ચક્રવાત અને ભારે વરસાદના કારણે 55 લોકોની મોત તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ મૃતકોની મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

જાન માલને નુક્શાન

જાન માલને નુક્શાન

ભારે વરસાદના કારણે અહીં અનેક વિસ્તારમાં ઝાડ થડ સાથે ઉખડી ગયા છે. જેના કારણે રસ્તા અને ગાડીઓને પણ નુક્શાન થયું છે.

સામાન્ય જીવન ખોરવાયું

સામાન્ય જીવન ખોરવાયું

ત્યારે પાછલા કેટલાક દિવસના ભારે વરસાદે અહીંના સામાન્ય જીવનને ખોરવ્યું છે. અને ગરીબ લોકોની મુશ્કેલી વધારી છે.

English summary
Heavy rains lashed Chennai and other parts of Tamil Nadu for the fifth consecutive day on Friday, throwing life out of gear and disrupting train and flight schedules even as 55 people lost their lives in rain-related incidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X