For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tamil Nadu Rains Update : ભારે વરસાદને કારણે 14 લોકોના મોત, એરલાઈન્સ સ્થગિત

સક્રિય ઉત્તર-પૂર્વ ચોમાસાના કારણે આ સમયે તમિલનાડુમાં ભારે વરસાદે તબાહી મચાવી રહ્યો છે. આગામી 48 કલાકમાં અહીં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Tamil Nadu Rains Update : સક્રિય ઉત્તર-પૂર્વ ચોમાસાના કારણે આ સમયે તમિલનાડુમાં ભારે વરસાદે તબાહી મચાવી રહ્યો છે. આગામી 48 કલાકમાં અહીં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ભારે વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટ પરનું આગમન ગુરૂવારની સાંજે 6 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ આઠ ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી હતી.

ભારે વરસાદે મચાવી તબાહી

ભારે વરસાદે મચાવી તબાહી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે તિરુવલ્લુર, કલ્લાકુરિચી, સાલેમ, વેલ્લોર, તિરુનમલાઈ, રાનીપેટ અને તિરુપુત્તર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદનીઆગાહી કરી છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં મફત અનાજ વિતરણ કરવામાં આવશે

અસરગ્રસ્ત વિસ્તારોમાં મફત અનાજ વિતરણ કરવામાં આવશે

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરીને યોગ્ય સૂચનાઓ આપી હતી.

આ સાથે રાજ્ય સરકાર અસરગ્રસ્તવિસ્તારોમાં અમ્મા કેન્ટીન દ્વારા ભોજનનું વિતરણ કરી રહી છે.

મુખ્યમંત્રીએ એક સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને ભોજનની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી.

કર્ણાટકમાં 12-15 નવેમ્બર વચ્ચે વરસાદ પડશે

કર્ણાટકમાં 12-15 નવેમ્બર વચ્ચે વરસાદ પડશે

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના ભારે વરસાદની અસર કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ થઈ રહી છે. હાલમાં કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

આઇએમડી-બેંગ્લોરના ડૉ. ગીતા અગ્નિહોત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજે દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12-15 નવેમ્બરવચ્ચે ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

કર્ણાટકના જિલ્લાઓમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે, તેથી અમે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.

લોકોએ જરૂર વગર ઘરની બહાર ન નીકળવું : હવામાન વિભાગ

લોકોએ જરૂર વગર ઘરની બહાર ન નીકળવું : હવામાન વિભાગ

IMD અનુસાર ચેન્નાઈ, શૈલમ, વેલ્લોર, તિરુપત્તુર, રાનીપેટ, તિરુવન્નામલાઈ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

બારામ્બક્કમ, રેડહિલ્સ, ચોલાવરમ, પૂંડી અનેવીરનમ ખાતેના જળાશયો તેમની મહત્તમ ક્ષમતા પર પહોંચી ગયા છે અને આજે સવારથી તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ સતત વરસાદને કારણેપાણીનું સ્તર ઘટતું નથી.

હાલમાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વહીવટીતંત્રે લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરીછે.

English summary
Due to severe rains and heavy crosswinds, arrivals at Chennai Airport will remain suspended from 1315 hrs to 1800 hrs, today. Departures will continue: Chennai Airportee Weather Updats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X