તમિલનાડુના ખેડૂતોએ કહ્યું સરકારે વાત ના માની તો કરીશું આ...

Posted By:
Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પાસે ગત એક મહિનાથી વધુ સમયથી તમિલનાડુના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી માંગણી કરી રહ્યા છે. હવે ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે જો સરકાર તેમની વાત નહીં માને તો તે મુત્ર પીને અને મળ ખાઇને વિરોધ કરશે. નોંધનીય છે કે તમિલનાડુના આ ખેડૂતો સરકાર પાસેથી નાણાંકીય મદદ અને દેવું માફ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવા માટે અર્ધ નગ્ન અને નગ્ન થઇને પણ પ્રદર્શન કર્યું હતું.

farmer

આ પહેલા પણ તે સાપ કાંપી અને ઉંદર કાપી પોતાના મોઢા વચ્ચે રાખીને પણ વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. તમિલનાડુમાં ઇ પલાનીસામીની સરકારે 2 હજાર 247 કરોડ રૂપિયાના દુકાળ પેકેજની વાત કરી હતી. પણ ખેડૂતોની માંગ છે કે આ ખૂબ જ ઓછું રાહત ફંડ છે. વળી ગત વર્ષોના ઓછા વરસાદ અને આ વર્ષે પણ પાણીની કમીએ આ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

32 જિલ્લામાં દુકાળ
એટલું જ નહીં રાજ્યના તમામ 32 જિલ્લાને દુકાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ખેડૂતો સાથે જોડાયેલી એક સંસ્થા મુજબ વર્ષ 2016થી અત્યાર સુધી 250 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વળી કાવેરી વિવાદે ખેડૂતોની સ્થિતિ વધારી છે. રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યૂરો એટલે કે એનસીઆરબી મુજબ પણ વર્ષ 2011 થી 2015 સુધીમાં તમિલનાડુમાં 2,728 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જે સ્થિતીની ગંભીરતા દર્શાવે છે.

English summary
TamilNadu farmers protest: Now they will drink their piss. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.