• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંતાઈને ત્રીજા લગ્ન કરતો હતો, બંને પત્નીએ ઢોર માર માર્યો

|

તમિલનાડુના સુલુરમાં એક વ્યક્તિને તેની બે પૂર્વ પત્નીઓએ ખુબ માર માર્યો. પહેલેથી જ બે લગ્ન કરી ચૂકેલા દિનેશ નામનો આ વ્યક્તિ ત્રીજી વખત લગ્ન કરવા જઇ રહ્યો હતો. જ્યારે પ્રથમ બે પત્નીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ અરાસુર સ્થિત તેની ઓફિસની બહાર પહોંચી ગઈ. જેવો જ દિનેશ બહાર આવ્યો તેની સાથે જ બંને તેની પર તૂટી પડી. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે.

tamilnadu

એક ખાનગી કંપનીમાં નોકરી કરતા લગભગ 30 વર્ષીય એસ દિનેશ રાસિપાલયમે ત્રણ વર્ષ પહેલા તિરૂપુરની પ્રિયદર્શિની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક મહિનાઓ પછી, પ્રિયદર્શિનીએ તેના પર મારપીટ અને દહેજની માંગણીનો આરોપ લગાવ્યો. આના પર, પ્રિયદર્શિની તેને છોડીને તેના ઘરે આવી ગઈ.

આ વર્ષની શરૂઆતમાં દિનેશે અનુપ્રિયા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. અનુપ્રિયા સાથે લગ્ન કર્યા પછી પણ દિનેશ લાંબો સમય ટકી શક્યો નહીં અને થોડા મહિનામાં જ બંને અલગ રહેવા લાગ્યા. અનુપ્રિયાએ પણ તેના પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો.

આ બંને મહિલાઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિનેશ મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા યુવતીની શોધ કરી રહ્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે દિનેશ ફરી એકવાર લગ્નની તૈયારી કરી રહ્યો છે. આથી તે બંને તેની ઓફિસની બહાર પહોંચી ગઈ હતી, જેવો જ દિનેશ ગેટની બહાર આવ્યો તેની સાથે જ બંને મહિલાઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. પ્રિયદર્શિની અને અનુપ્રિયાએ પણ સુલુર પોલીસ સ્ટેશનમાં દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કહે છે કે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશઃ નાયબ મામલતદારે 25 હજારની લાંચ માંગી તો શખ્સે ભેંસ પકડાવી દીધી

English summary
tamilnadu man thrashed by 2 wives for third marriage attempt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more