For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"બોસ સાથે સુવું પડે છે પછી બનાય છે રિપોર્ટર": ભાજપના નેતા

તમિલનાડુમાં જ્યાં એક તરફ ગવર્નર દ્વારા મહિલા પત્રકારનો ગાલ પંપાળવાનો વિવાદ શમ્યો નથી ત્યાં જ ભાજપના વરિષ્ઠ નેતાની ફેસબુક પોસ્ટ એક નવો વિવાદ ઊભો કર્યો છે. જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા એસવી શેખરે વિવાદાસ્પદ પોસ્ટ શેયર કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. શેખરે મહિલા પત્રકારોને લઇને ફેસબુક પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેમણે મહિલા પત્રકારો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે. આ પોસ્ટ હાલમાં જ થયેલી તે કોન્ટ્રોવર્સી તરફ ઇશારો કરે છે જેમાં તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન મહિલા પત્રકારના ગાલ પંપાળ્યા હતા. જે પછી મહિલા પત્રકારે આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. જો કે પાછળથી રાજ્યપાલે આ અંગે માફી માંગી હતી. હવે આ મામલે ભાજપના નેતાએ પોસ્ટ શેયર કરીને નવો વિવાદ ઊભો કર્યો છે.

શું કહ્યું?

શું કહ્યું?

તમિલનાડુના ભાજપના વરિષ્ઠ નેતા એસવી શેખરે ગુરુવારે ફેસબુક પર પોસ્ટ શેયર કરી. જેનું ટાઇટલ હતું "મદુરાઇ યુનિવર્સિટી, ગવર્નર અને યુવતીના વર્ઝિન ગાલ" આ પોસ્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વવિદ્યાલયોથી વધુ યૌન ઉત્પીડન મીડિયામાં થાય છે. તેમાં મહિલા પત્રકારોને લઇને પણ અપમાનજનક વાત કહેવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે કોઇ પણ મહિલા પોતાના બોસ કે ઓફિસના મોટા લાગો સાથે સૂયા વગર રિપોટર કે ન્યૂઝ રીડર નથી બની શકતી.

તમિલનાડુ મીડિયા

તમિલનાડુ મીડિયા

પોસ્ટમાં આગળ લખ્યું છે કે હાલમાં તેવી અનેક ફરિયાદો આવી છે જેમાં આવી સચ્ચાઇ સામે આવી છે. આ તે મહિલાઓ છે જે રાજ્યપાલને સવાલ કરવા આવી હતી. તમિલનાડુમાં મીડિયાના નકામા, નીચ અને અશ્નિલ લોકો છે. ખાલી કેટલાક લોકોને અપવાદરૂપ છોડીને. હું ખાલી તેમનું સન્માન કરું છું. નહીં તો તમિલનાડુનું સમગ્ર મીડિયા અપરાધીઓ અને બ્લેકમેલર્સના હાથોમાં છે. અને ખોટા રસ્તે જઇ રહ્યું છે.

હવે પલટાઇ ગયા નેતા

હવે પલટાઇ ગયા નેતા

જો કે આ મામલે વિવાદ વધતા ઇન્ડિયન એક્સપ્રેસ પર શેખરે સફાઇ આપી છે. અને તેમણે કહ્યું કે પોસ્ટ શેયર કરતા પહેલા તેમણે તેને આખી વાંચી નહતી. સાથે તેમણે એમ પણ કહ્યુયં કે હું કોઇનું પણ અપમાન નહીં કરું. હું આ પોસ્ટ ડિલિટ કરવા માંગુ છું પણ ફેસબુકે તેને બ્લોક કરી દીધી છે. માટે હવે હું આવનારા 24 કલાક સુધી મારું એકાઉન્ટ નહીં વાપરી શકું. જો કે મહિલા પત્રકારો મામલે આવી અપમાનજનક ટિપ્પણી કરવા માટે પત્રકારો આજે તેમનો વિરોધ કરશે. આ માટે પત્રકારો ચેન્નઇમાં ભાજપા મુખ્યાલયની સામે પોતાનો વિરોધ પ્રદર્શન ચલાવશે.

English summary
Tamilnadu Senior BJP leader S.ve.Shekher shares controversial post abusing female journalists. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X