• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લક્ષ્ય 272 : ભાજપ માટે સરળ નથી, તો મોદી માટે મુશ્કેલ પણ નહીં

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 14 સપ્ટેમ્બર : ભારતીય જનતા પક્ષે અંતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી જ નાંખ્યા અને આ સાથે જ લક્ષ્ય 272ની તમામ જવાબદારી નરેન્દ્ર મોદી ઉપર આવી ગઈ છે. લોકસભા ચૂંટણી 2014માં મોદીની લોકપ્રિયતા વટાવવા પક્ષે લાલકૃષ્ણ અડવાણી જેવા વડીલ તથા મોટા કદના નેતાની નારાજગી વહોરીને પણ જો આમ કર્યું છે, તો તેની પાછળ સૌથી મોટું કારણ નરેન્દ્ર મોદીની અંદર રહેલી લક્ષ્ય 272 પૂર્ણ કરવાની શક્યતા છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ જ ઊભો થાય છે કે મોદી આ લક્ષ્યને હાસલ કેમ કરશે? એમ તો રાજકીય વિશ્લેષકો તેમજ ધુરંધર પંડિતોની માનીએ, તો મોદી અને ભાજપ માટે આ લક્ષ્ય હાસલ કરવું સરળ નથી, પણ મોદીની કાર્યશૈલી તેમજ ચૂંટણી રાજકારણના જાણનારાઓની માનીએ, તો મોદી માટે આ મુશ્કેલ પણ નથી. જે લોકો રાષ્ટ્રીય રાજકારણ તથા ચૂંટણીકીય રાજકારણના જૂના આંકડાઓને ઉથલાવી મોદીના લક્ષ્ય 272ને અશ્કય માને છે, કદાચ તેમને ખબર નથી કે મોદીએ ગુજરાતમાં ત્રણ-ત્રણ વિધાનસભા ચૂંટણીઓ જો જીતી છે, તો તેમાં મોદીની તે જ સર્વસમાવેશી આભાની જ કમાલ હતી કે જેમાં ધર્મ-જાતિ-અનામત જેવા હલ્કા રાજકારણ માટે કોઈ સ્થાન નથી હોતું. ગુજરાતમાં આ મોદીની આભા જ હતી કે નથી પટેલવાદ ચાલ્યું અને નથી લઘુમતીવાદ. રહી વાત હિન્દુત્વની, તો તે પણ છેલ્લી બે ચૂંટણીઓમાં ક્યાંય હાવી રહ્યુ નથી. જો કંઈ હાવી હતું, તો તે હતું મોદીવાદ અને તેમનું વિકાસવાદ તથા તેમનો જોરદાર પ્રભાવ.

લક્ષ્ય 272 જો ભાજપની દૃષ્ટિએ વિચારીએ, એક પક્ષની દૃષ્ટિએ વિચારીએ, તો કદાચ સરળ નથી, કારણ કે ભાજપના આ લક્ષ્ય સામે કોંગ્રેસ સહિત સેકડો વિરોધી પક્ષો, વિરોધી મતો અને વિરોધી મુદ્દા ઊભા થઈ શકે છે. એક પક્ષની દૃષ્ટિએ ભાજપ જો જોડાણના પ્રયત્નો કરે, તો પણ ક્યારેક તેના કથિત છુપા એજંડા કે પછી વિચારધારા અથવા બિનસામ્પ્રદાયિકતા જેવા મુદ્દો ઉપર અનેક પ્રકારના વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. તેથી લક્ષ્ય 2727 ભાજપ માટે સરળતાપૂર્વક સરળ નથી લાગતું.

પરંતુ જો આ લક્ષ્ય 272 વિશે નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વ કે વ્યક્તિગત દૃષ્ટિકોણથી વિચારીએ, તો તે મુશ્કેલ નથી લાગતું. સૌથી મોટો મુદ્દો એ છે કે મોદી હાલ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. દેશની મોટાભાગની પ્રજા તેમને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે અને તેમાં કોઈ બેમત નથી કે લોકપ્રિયતાની આ જ આંધી મોદી માટે લક્ષ્ય 272ની મુશ્કેલીઓ ધીરે-ધીરે હળવી કરતી જશે. જે મોદીના નામે એનડીએના દળોની સંખ્યા 24માંથી ઘટી 2 થઈ ગઈ, તે જ મોદીના નામે એનડીએ ફરીથી છળકાઈ પણ શકે છે.

જોકે મોદીની ફિતરત એકલા ચલો રે... ની રહી છે, પરંતુ સામાન્યતઃ તેમની આ ફિતરતના મતલબ ખોટા કાઢવામાં આવે છે. એકલા ચલો રે... ની ફિતરતને હજીય મોદી વળગી રહેશે અને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રાપ્ત જવાબદારી એકલા જ ઉપાડશે. જોકે આ રીતે એકલા ચલો રે... નો મતલબ એ નથી કે તેઓ કોઈને સાથે લઈને નહીં ચાલે. ચોક્કસ રીતે મોદીની વ્યુહરચના એનડીએને એક નવો રૂપ આપવાની રહેશે અને તેમની લોકપ્રિયતા, તેમની આભા તથા તેમની કાર્યશૈલીના નામે લોકો ચોક્કસ જોડાશે તેમની સાથે.

આવો તસવીરો સાથે જોઇએ કે મોદી કઈ રીતે પાર પાડશે લક્ષ્ય 272 :

વ્યક્તિકેન્દ્રી ચૂંટણીથી ફાયદો

વ્યક્તિકેન્દ્રી ચૂંટણીથી ફાયદો

રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનું આગમન ધડાકાભેર થઈ ચુક્યું છે. લક્ષ્ય 272 ઉપર જો ગોર કરીએ, તો દેશમાં એવી 300 બેઠકો છે જ કે જ્યાં ભાજપનો ક્યારેકને ક્યારેક વિજય થયો છે. એનો મતલબ એ થયો કે ભાજપનો પ્રભાવ 300 લોકસભા બેઠકો ઉપર ઑલરેડી છે જ. હવે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાઈ ચુક્યાં છે, તો ચોક્કસ આ બાબતનો પ્રભાવ પણ પડશે જ. 1990ના દાયકામાં ભાજપને મળેલા વિજયનો આધાર અટલ બિહારી બાજપાઈ હતાં. આ ચૂંટણીઓ વ્યક્તિકેન્દ્રીત હતી. 2004ની ચૂંટણીઓ રાજ્યોના જૂથો સુધી મર્યાદિત રહી હતી, તો 2009માં ભાજપ પાસે કોઈ વિચારસરણી કે દમદાર નેતૃત્વ નહોતાં. તેવામાં દેશના સૌથી શક્તિશાળી નેતા તરીકે મોદી પ્રત્યે ધ્રુવીકરણ થાય, તો આ વખતે વાત બની શકે છે. મોદીના બળે ભાજપ અભૂતપૂર્વર રીતે વોટ પ્રતિશત વધારી શકે છે.

ઉત્તર પ્રદેશ બનશે મુગટ

ઉત્તર પ્રદેશ બનશે મુગટ

દેશના ચાર મહત્વના રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશમાં મળી 210 બેઠકો છે. 2009માં ભાજપને તેમાંથી માત્ર 31 બેઠકો જ મળી હતી, પરંતુ હવે મોદી મેદાને છે અને આ રાજ્યોમાં મોદીનો પ્રભાવ પણ છે. સ્પષ્ટ છે કે અહીં મોદીનો જાદૂ માથે ચડી પોકારશે અને જો આમ થાય, તો ભાજપને ઓછામાં ઓછી 100 બેઠકો મેળવતા કોઈ નહીં રોકી શકે. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો છે. તેમાંથી મોટાભાગની બેઠકો રામ મંદિર આંદોલન સમયે ભાજપનો ગઢ હતી. એક દાયગા બાદ ભાજપ ફરીથી અહીં મજબૂત દેખાય છે. મોદીના કારણે કાર્યકરો ઉત્સાહિત છે. મોદીએ પોતાના ખાસમખાસ અમિત શાહને યૂપીના પ્રભારી નીમ્યા છે. પક્ષ સમગ્ર જોર લગાવે, તો અહીં ઓછામાં ઓછી 45 બેઠકો મેળવી શકાય છે.

રાજ પણ માને, તો વાત બની જાય

રાજ પણ માને, તો વાત બની જાય

48 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપ ઓછામાં ઓછી 20 બેઠકો જીતી શકે એમ છે. સહયોગી પક્ષ શિવસેના તથા ઉદ્ધવ ઠાકરેનો ટેકો મળતા અહીં ભાજપ-શિવસેના યુતિ વધુ મજબૂત બનશે. વધુ એક મહત્વનું પરિબળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે અને રાજ ઠાકરે છે. જો મોદી રાજ-ઉદ્ધવને પુનઃ ભેગા કરી નાંખે, તો કોંગ્રેસ-એનસીપી યુતિને માત આપી શકાય છે.

બિહારમાં એસિડ ટેસ્ટ

બિહારમાં એસિડ ટેસ્ટ

બિહારમાં નરેન્દ્ર મોદી માટે એસિડ ટેસ્ટ હશે. આ એ જ રાજ્ય છે કે જ્યાં મોદીના નામે ભાજપે સત્તર વર્ષ જૂના ગઠબંધનને તોડ નાંખ્યું. ભાજપ જો જેડીયૂ સાથે હોત, તો પરિસ્થિત મજબૂત જ હતી, પરંતુ એકલા લડતાંય તેને વધુ નુકસાન નહીં થાય, કારણ કે બિહારમાં પણ મોદની લોકપ્રિયતા પરાકાષ્ટાએ છે. એટલું જ નહીં, બિહારમાં મોટાભાગે એવી હવા છે કે નીતિશ કુમારે બિનસામ્પ્રદાયિકના નામે લઘુમતીઓના વોટ ખાતર મોદીનો વિરોધ કર્યો. ગત ચૂંટણીમાં ભાજપે 15 બેઠકો ઉપર ચૂંટણી લડી 13 ઉપર વિજય મેળવ્યો હતો. હવે જો જેડીયૂની ખામીને મોદી દ્વારા ભરી દેવામાં આવે, તો અહીં ભાજપને 25 જેટલી બેઠકો મળી શકે છે.

તો હૈદરાબાદી ગઢમાં બલ્લે-બલ્લે

તો હૈદરાબાદી ગઢમાં બલ્લે-બલ્લે

દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્ર પ્રદેશમાં ક્યાંય ભાજપનો ગઢ નથી, પરંતુ તેલંગાણા આંદોલનને ટેકો તથા મોદીની હૈદરાબાદ રેલીને સંકેત ગણીએ, તો પક્ષ અહીં પણ કંઇક શરુઆત કરી શકે છે. એમ પણ જ્યારે ચૂંટણી વ્યક્તિકેન્દ્રી હોય, તો કોઈ એક પક્ષને ફાયદો થતો જ હોય છે. બાજપાઈ કાળમાં પણ અહીં ભાજપને ફાયદો થયો જ હતો. હવે જો મોદીની વાત કરીએ, તો હૈદરાબાદમાં જે રીતે ટિકિટ લઈને પણ લોકો મોદીની રેલીમાં ઉમટી પડ્યાં, તેનાથી સ્પષ્ટ છે કે ભાજપ અહીં 1-2 કે 5 બેઠકો સાથે ખાતું ખોલી શકે છે. સાથે જ જો મોદી કોંગ્રેસ વિરોધી જૂથ ખાસકરીને ચંદ્રબાબુ નાયડૂ અને જગન મોહન રેડ્ડીને એનડીએ સાથે જોડી લે, તો 42 બેઠકો ધરાવતાં આંધ્ર પ્રદેશમાં પણ બલ્લે-બલ્લે થઈ શકે છે.

કિલ્લા બચાવવાનો પડકાર

કિલ્લા બચાવવાનો પડકાર

ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, છત્તીસગઢ તેમજ દિલ્હીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આ રાજ્યોની કુલ 138 બેઠકોમાંથી ભાજપ 120 સુધી બેઠકો મેળવી શકે છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. હાલ ત્યાં કોંગ્રેસની સરકાર છે અને હવા ભાજપ તરફે છે. તેવામાં વર્ષાંતે વિધાનસભા ચૂંટણી પછી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને કોંગ્રેસ વિરોધી અને મોદી તરફી લહેરનો ફાયદો મળશે. તેવી જ રીતે છત્તીસગઢ-મધ્ય પ્રદેશમાં શિવરાજ-રમન સરકારો વિરુદ્ધ માહોલ નથી અને તેવામાં મોદીની લોકપ્રિયતા જોડાઈ જશે, તો ભાજપ સફળતાના પરચમ લહેરાવી શકે છે. કર્ણાટકમાં ગુમાવેલી આબરૂ પાછી મેળવવાનો પડકાર છે અને ભાજપને સૌથી મોટો ફટકો આપનાર યેદિયુરપ્પા પણ મોદીના નામે ભાજપ સાથે પાછા જોડાઈ શકે છે. ઝારખંડમાં ઉઠાપટકનો દોર મોદીના નામે સ્થિર થઈ શકે છે.

નવા મિત્રો બનાવવાનું કૌશલ્ય

નવા મિત્રો બનાવવાનું કૌશલ્ય

હવે વાત કરીએ તેવા રાજ્યોની કે જ્યાં મોદીને ભાજપના જૂના મિત્રો સાથે સંબંધો મજબૂત કરવાના રહેશે. તેમાં તામિળનાડુ, પંજાબ, ઓડિશા, હરિયાણા, આસામ તેમજ પૂર્વોત્તરના સાત રાજ્યો છે કે જ્યાં 118 બેઠકો છે. મોદીની તામિળનાડુમાં જયલલિતા તથા આસામમાં પી એ સંગમા સાથે સારી પટે છે, તો ઓડીશામાં પણ નવીન પટનાયકના નેતૃત્વવાળા બીજેડી સાથે જોડાણ શક્ય છે. ભાજપ આ રાજ્યોમાંથી 20-20 બેઠકો મેળવી શકે છે.

નાના રાજ્યોનો સહારો

નાના રાજ્યોનો સહારો

હવે વાત નાના રાજ્યોની. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર તથા ગોવા સાથે જ છ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ભાજપને 10 કરતા વધુ બેઠકો મળે, તો પક્ષ સરળતાથી 272નો આંકડો ઓળંકી શકે છે. તેમાં પણ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ ગોવામાં તો ભાજપ મુખ્ય પક્ષ છે.

મમતાની મમતા

મમતાની મમતા

પશ્ચિમ બંગાળ તેમજ કેરળમાં ભાજપની કોઈ હાજરી નથી, પણ મોદીએ જે રીતે થોડાક સમય અગાઉ કોલકાતામાં રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નેતા તેમજ મુખ્યમંત્રી મમતા બૅનર્જીના વખાણ કરી ડાબેરી પક્ષો ઉપર નિશાન તાક્યુ હતું, તેનાથી લાગે છે કે પશ્ચિમ બંગાલમાં ભાજપ માટે અથવા એમ કહો કે મોદી માટે કેટલીક શક્યતાઓ જરૂર બનશે. મમતા અગાઉ પણ એનડીએ સાથે કામ કરી ચુક્યાં છે. તે પછી તેઓ યૂપીએમાં ચાલ્યા ગયાં, પરંતુ યૂપીએ સાથે તેમની મૈત્રી તાજેતરમાં જ તુટી છે અને તેવામાં મમતા ફરીથી યૂપીએ સાથે જાય, તેવી શક્યતાઓ ઓછી જ છે. મોદી જો મમતાની મમતા પામવામાં સફળતા મેળવે, તો વડાપ્રધાન પદની ખુરસી વધુ મજબૂત કરી શકે છે.

English summary
Bjp declared Narendra Modi for PM candidate in Loksabha Election 2014. Now, Modi targets 272 seats for his party. According to political analysts, this target 272 is not easy for Bjp, but ccording to those who know about Modi, this target is not difficult for Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more