For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન મુનિ તરુણ સાગરના ‘કડવા પ્રવચન' થયા શાંત, જાણો તેમની કહાની

જૈન સમુદાયના તેજ તર્રાર ધર્મગુરુ અને ભારતના દિગંબર મુનિ તરુણ સાગરનું શનિવારે સવારે સવા ત્રણ વાગે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

જૈન સમુદાયના તેજ તર્રાર ધર્મગુરુ અને ભારતના દિગંબર મુનિ તરુણ સાગરનું શનિવારે સવારે સવા ત્રણ વાગે નિધન થઈ ગયુ. મુનિ બન્યા બાદ નિર્વસ્ત્ર રહેનારા તરુણ સાગરને કમળાએ જકડી લીધો હતો અને ઘણા દિવસોથી તેઓ બિમાર હતા ત્યારબાદ તેમણે ખાવાપીવાનું પણ છોડી દીધુ હતુ. માત્ર 51 વર્ષની ઉંમરમાં દુનિયા છોડીને જનારા તરુણ સાગર જૈન સમાજના હતા પરંતુ તેમના પ્રવચનો, પુસ્તકો અને લેખોએ દેશના દરેક વર્ગને પ્રભાવિત કર્યા હતા. તેમના મોત પર તેમના અનુયાયીથી માંડી સૌ કોઈ સ્તબ્ધ છે. તરુણ સાગર પહેલા એવા જૈન સાધુ હતા જેમણે પોતાના ધર્મ ઉપરાંત પણ ઘણા ધર્મના લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. એક નજર નાખીએ એ મુનિ પર જેમણે પોતાનું સમગ્ર જીવન પરિવારથી લઈને સમાજ પર આપેલા પ્રવચનો પર ગુજારી દીધુ.

20 ની ઉંમરમાં બન્યા દિગંબર મુનિ

20 ની ઉંમરમાં બન્યા દિગંબર મુનિ

મધ્યપ્રદેશના દામોહમાં પ્રતાપચંદ અને શાંતિબાઈના ઘરમાં 26 જૂન 1967 ના રોજ પવનકુમાર જૈનનો જન્મ થયો જેમણે બાદમાં પોતાનું નામ બદલીને તરુણ સાગર રાખ્યુ. તરુણ સાગર માત્ર 13 વર્ષની ઉંમરમાં જ ક્ષુલ્લક (જુનિયર દિગંબર જૈન ધર્મગુરુ જે શરીર વપર માત્ર બે વસ્ત્ર ધારણ કરે છે) બની ગયા. ત્યારબાદ આચાર્ય પુષ્પદાંત સાગરે 20 જુલાઈ 1988 માં રાજસ્થાનના બાગિદોરામાં તરુણ સાગરને દિગંબર મુનિ રૂપે ઘોષિત કરી દીધા. માત્ર 20 વર્ષની ઉંમરમાં તરુણ સાગન જૈન ધર્મના દિગંબર મુનિ બની ગયા.

આ પણ વાંચોઃજૈન મુનિ તરુણ સાગરનું નિધન, આજે 3 વાગે થશે અંતિમ સંસ્કારઆ પણ વાંચોઃજૈન મુનિ તરુણ સાગરનું નિધન, આજે 3 વાગે થશે અંતિમ સંસ્કાર

તેમના કડવા પ્રવચનેએ કર્યા આકર્ષિત

તેમના કડવા પ્રવચનેએ કર્યા આકર્ષિત

માત્ર ટીવી જ નહિ પરંતુ સેકંડો પુસ્તકો અને લેખોના માધ્યમછી તરુણ સાગર મહારાજે જે ‘કડવા પ્રવચન' આપ્યા તેનાથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી. તે પહેલા જૈન ધર્મગુરુ હતા જેમણે સમાજના દરેક વર્ગને પોતાની તરફ આકર્ષિત કર્યા. 2000 માં જ્યારે તેમણે દિલ્ગીના લાલ કિલ્લાથી ભાષણ આપ્યુ ત્યારે મોટાભાગના લોકોએ તેમને જાણ્યા. ત્યારબાદ હરિયાણા (2000), રાજસ્થાન (2001), મધ્યપ્રદેશ (2002), ગુજરાત (2003), મહારાષ્ટ્ર (2004) માં પગપાળા ફર્યા બાદ તેઓ 2006 માં કર્ણાટક પહોંચ્યા. તે સમયમાં તેમણે પોતાના પ્રવચનોના માધ્યમથી હિંસા, ભ્રષ્ટાચાર અને રૂઢિવાદની ટીકા કરીને એક ‘પ્રગતિશીલ જૈન' સાધુ ના રૂપમાં ઊભરી આવ્યા.

આ પણ વાંચોઃ‘હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'આ પણ વાંચોઃ‘હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'

વિવાદો સાથે સંબંધ હતો

વિવાદો સાથે સંબંધ હતો

માત્ર પોતાના પ્રવચનોથી જ નહિ પરંતુ ઘણી વાર રાજકારણમાં નિવેદનબાજીના કારણે પણ તરુણ સાગર ચર્ચાનો વિષય બન્યા. તેમણે હાલમાં જ ત્રણ તલાક પર નિવેદન આપતા કહ્યુ હતુ કે જે લોકો મુસ્લિમ મહિલાઓના કલ્યાણનો દાવો કરી રહ્યા છે તે માત્ર દેખાડો છે, આવા નેતાઓ કે પક્ષોને મહિલાઓના હક સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર તેમની રાજનીતિ કરી રહ્યા છે. લવ જેહાદ પર તરુણ સાગરે એક વાર કહ્યુ હતુ કે આ મુસલમાનોનું ષડયંત્ર છે જે ખોટા પ્રેમના નામે હિંદુ છોકરીઓને ફસાવે છે. આ ઉપરાંત મુસ્લિમ વસ્તી દેશ માટે જોખમ છે. અનામત દેશના હિતમાં નથી જેવા ઘણા વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃપૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવાઆ પણ વાંચોઃપૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવા

English summary
Tarun Sagar: Biography of a naked Digambar Jain Monk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X