For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDAથી બહાર થઇ TDP, YSR કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ માટે આપ્યું નોટિસ

આંધ્ર પ્રદેશને વિશેષ પેકેજ ના મળવાના કારણે ટીડીપીએ એનડીએથી પોતાનું સમર્થન પાછું લઇ લીધું છે. આ પહેલા વાયએસઆર કોંગ્રેસ પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની વાત કરી ચૂકી છે. જેમાં ટીડીપી પણ તે

|
Google Oneindia Gujarati News

આંધ્ર પ્રદેશને વિશેષ પેકેજ ના મળવાના કારણે ટીડીપીએ એનડીએથી પોતાનું સમર્થન પાછું લઇ લીધું છે. જેની સાથે જ એનડીએ અને ટીડીપીનો ચાર વર્ષ જૂનો સંબંધ પૂરો થઇ ગયો છે. કેન્દ્ર સરકારથી બહાર થયા પછી તેલુગુ દેશમ પાર્ટીએ ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનથી પણ બહાર આવી ગઇ છે. ત્યાં શુક્રવારે સંસદમાં મોદી સરકારેની વિરુદ્ધ પહેલું અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ વાતનો ખુલાસો કરતા ટીડીપી સાંસદ થોટા નરસિંહાએ કહ્યું કે સાંસદમાં અલગથી પ્રસ્તાવ રજૂ કરશે. આ પહેલા વાયએસઆર કોંગ્રેસ પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની વાત કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષની જ વાર છે. ત્યારે આ વાતે ભાજપની મુશ્કેલીઓ વધારી છે. નોંધનીય છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી રહી છે તેમાં ટીડીપીના લોકસભામાં 16 સદસ્ય છે અને વાયએસઆરના 9 સભ્યો છે.

chandrababu

ઉલ્લેખનીય છે કે ભલે એક પછી એક રાજ્યોમાં ભાજપ જીતી રહી હોય પણ કેટલીક જગ્યાએ ભાજપને હારનો સામનો પણ કરવાનો આવ્યો છે. હાલમાં જ ગોરખપુર ચૂંટણીમાં પણ આજ જોવા મળ્યું હતું. વધુમાં 2014માં મોદીની જે લહેર ચાલતી હતી તેમાં પણ થોડો બદલાવ આવ્યો છે. ભલે તમામ એક્ઝિટ પોલ અને સર્વે હજી પણ તેમ કહેતા હોય કે હાલ લોકસભાની ચૂંટણી થાય તો નરેન્દ્ર મોદી સત્તા મેળવી શકે. પણ તેમ છતાં શિવસાના અને ટીડીપી જેવા જૂના સાથીઓથી વિમુખ થયા પછી અને મોંધવારી અને બેરાજગારી જેવા વિકટ પ્રશ્નોને સામે ગોકળ ગતિએ લડતી ભાજપ સરકાર માટે 2019ની લોકસભાની ચૂંટણી ચોક્કસથી મુશ્કેલ બની રહેશે.

English summary
TDP decides to exit NDA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X