For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TDP-YSR એ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કર્યો ભારે હંગામો

કેન્દ્રમાં બેઠેલી એનડીએ સરકાર માટે અને મોદી સરકાર માટે આજે મહત્વનો દિવસ છે. ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે આજે સંસદમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે આજે અગ્નિપરીક્ષાનો દિવસ છે. ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે આજે સંસદમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ આપ્યો છે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગણીને લઇને આ બંને દળ સરકારથી નાખુશ છે. ટીડીપીએ પહેલા જ એનડીએ સાથે પોતાનો છેડો ફાડી નાંખ્યો છે. મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને કોંગ્રેસ અને લેફ્ટે પણ પોતાનું સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 2014થી મોદી સત્તામાં આવ્યા તે પછી પહેલી વાર પાર્ટીઓ અંદર અંદર ભેગી મળીને તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો છે. આ પ્રસ્તાવને શુક્રવારે સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકાર્યો નહતો.

modi

અને ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એનડીએમાં 56 પાર્ટીઓ છે. જેના કુલ 314 સાંસદ છે. સ્પીકર સહિત ભાજપના 275 સાંસદો છે. લોકસભામાં કુલ સીટ 540 છે. જેમાં બહુમત માટે 271નો આંકડો જોઈએ.જો કે શિવસેનાએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઇને હજી સુધી પોતાનો નિર્ણય નથી સંભળાવ્યો. શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે ટીડીપીનો પોતાના રાજ્ય માટે મુદ્દે છે અને અમે તેનું સન્માન કરી છીએ. પણ હજી સુધી આ મામલે શિવસેનાએ કોઇ નિર્ણય નથી લીધો. બીજી તરફ સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે તે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. જો કે હાલ તો 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. અને રાજ્યસભામાં પણ આ અંગે વિરોધ પ્રદર્શન થતા તેની કાર્યવાહી પણ કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

English summary
TDP and YSR Congress push for no confidence motion today against Modi Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X