For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચા વાળાની દીકરીને અમેરિકા આપશે 2 કરોડ રૂપિયા

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક નાના ગામની 17 વર્ષીય છોકરી સુદિક્ષા ભાટીને અમેરિકાની એક કોલેજમાં અધ્યયન કરવા માટે 1.92 કરોડ રૂપિયાની સ્કોલરશીપ મળવાનું સુનિશ્ચિત થયુ છે.

|
Google Oneindia Gujarati News

જો તમે તમારા લક્ષ્યો મેળવવા માટે મોટા સપના જુઓ અને તે મેળવવા માટે સખત મહેનત કરો તો દુનિયામાં કંઈ પણ અસંભવ નથી. આ વાક્ય ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક નાના ગામની 17 વર્ષીય છોકરી સુદિક્ષા ભાટી માટે સાચુ સાબિત થઈ રહ્યુ છે. અમેરિકાની એક કોલેજમાં અધ્યયન કરવા માટે તેને 1.92 કરોડ રૂપિયાની સ્કોલરશીપ મળવાનું સુનિશ્ચિત થયુ છે. તમને જણાવી દઈએ કે સુદિક્ષાના પિતા એક ટી સ્ટોલ ચલાવે છે. સુદિક્ષાની આખી કહાની તમને આગળ જણાવીએ.

2009 માં છોડી દીધી હતી શાળા

2009 માં છોડી દીધી હતી શાળા

સુદિક્ષા ભાટી જેના પિતા બુલંદશહેરમાં ધૂમ મણિકપુર ગામમાં એક નાના ચા ની દુકાન ચલાવે છે તેને આર્થિક સંકડામણને કારણે 2009 માં શાળા છોડવા માટે મજબૂર થવુ પડ્યુ. પરંતુ તેની સખત મહેનત અને સમર્પણ તેણે ચાલુ રાખ્યા. અને હવે તે 4 વર્ષ માટે ઈન્ટર્નશિપ કરવા માટે મૈસાચુસેટ્સની પ્રતિષ્ઠિત બાબ્સન કોલેજમાં જઈ રહી છે. આ કોલેજ અમેરિકાની પ્રસિધ્ધ કોલેજોમાંની એક છે. હાલમાં સુદિક્ષા પોતાના વિઝાની રાહ જોઈ રહી છે.

બુલંદશહેરમાં 12 મું ટોપ કરી ચૂકી છે સુદિક્ષા

બુલંદશહેરમાં 12 મું ટોપ કરી ચૂકી છે સુદિક્ષા

સીબીએસઈ ધોરણ 12 માં 98 ટકા સાથે બુલંદશહેર જિલ્લાની ટોપર પણ છે અને તે જલ્દી અમેરિકાની પ્રતિષ્ઠિત કોલેજમાં અન્ય 24 ભારતીય છાત્રો સાથે શામેલ થઈ જશે. જે આ વર્ષે બાબ્સન કોલેજમાં જઈ રહ્યા છે. જો કે બુલંદશહેરથી બાબ્સન સુધીની તેની યાત્રા સરળ નહોતી. તે થોડા સમય માટે શાળામાંથી બહાર હતી કારણકે 2009 માં વ્યાપારી નુકશાનને કારણે તેના પિતા શાળાની ફી ભરી શક્યા નહોતા.

12 માં સુધી ફ્રી માં ભણવાનો મોકો મળ્યો

12 માં સુધી ફ્રી માં ભણવાનો મોકો મળ્યો

તે ધોરણ 5 સુધી પોતાના ગામ ધૂમ મણિકપુરની સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. પિતાની જાગરુકતાને કારણે સુદિક્ષાએ જવાહરલાલ નવોદય વિદ્યાલય અને વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમીમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ પરીક્ષા આપી અને 2011 માં તેને વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમીમાં 12 માં ધોરણ સુધીનો અભ્યાસ ફ્રી માં કરવાનો મોકો મળ્યો.

બિઝનેસમેન શિવ નાડરની શાળામાંથી કર્યો અભ્યાસ

બિઝનેસમેન શિવ નાડરની શાળામાંથી કર્યો અભ્યાસ

તમને જણાવી દઈએ કે વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમી બિઝનેસમેન શિવ નાડર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં અભ્યાસ પ્રત્યે રસ દાખવતા આર્થિક રીતે નબળા ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારોના બાળકોને ફ્રી માં ભણવાનો મોકો મળે છે. સુદિક્ષા સાથે આ જ શાળાના અન્ય ત્રણ બાળકોને પણ અમેરિકાની અલગ અલગ કોલેજોમાં સ્કોલરશીપ મળશે. 2017 માં સુદિક્ષાએ SAT ની પરીક્ષા આપી હતી જેમાં પણ તેણે સારો સ્કોર મેળવ્યો હતો.

English summary
Tea seller's doughter Sudiksha Bhati will get Rs 2 crore as scholarship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X