For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ટીચર મર્ડર કેસ: પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ હત્યા કરાવી

સોમવારે સવારે બવાનામાં સ્કૂલ ટીચર સુનીતાની હત્યાની પહેલી પોલીસે ઉકેલી નાખી છે. પોલીસ અનુસાર સુનીતાના પિતા મંજીતે પોતાની પ્રેમિકા સાથે મળીને સુનીતાની હત્યાનું ષડયંત્ર રચ્યું.

|
Google Oneindia Gujarati News

સોમવારે સવારે બવાનામાં સ્કૂલ ટીચર સુનીતાની હત્યાની પહેલી પોલીસે ઉકેલી નાખી છે. પોલીસ અનુસાર સુનીતાના પિતા મંજીતે પોતાની પ્રેમિકા સાથે મળીને સુનીતાની હત્યાનું ષડયંત્ર રચ્યું. આખા મામલે સુનીતાના પતિ, તેની ગર્લફ્રેંડ અને ગર્લફ્રેંડના માનીતા પિતાને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કરવાચોથ પર મંજીતે પોતાની પત્ની સુનીતાની હત્યાનું ષડયંત્ર રચ્યું અને સોમવારે તેની હત્યા કરાવી દીધી.

આ પણ વાંચો: મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી

ઘણા વર્ષોથી બીજી મહિલા સાથે મંજીતના સંબંધ હતા

ઘણા વર્ષોથી બીજી મહિલા સાથે મંજીતના સંબંધ હતા

મંજીતના બીજી મહિલા સાથે સંબંધ છે તેના વિશે સુનીતાને વર્ષ 2016 દરમિયાન ખબર પડી. ત્યારપછી સતત બંને વચ્ચે અનબન થવા લાગી. ઘણીવાર બંને વચ્ચે તેને લઈને ઝગડો પણ થયો. એક તરફ મંજીત સુનીતાને કહેતો રહ્યો કે તેને આડા સંબંધો પુરા કરી નાખ્યા છે, તો બીજી બાજુ તે પ્રેમિકા સાથે મળીને સુનીતાની હત્યાનું ષડયંત્ર રચતો રહ્યો જેથી તે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી શકે.

સુનીતાની ડાયરીમાં પતિના બીજા સંબંધો અંગે વાત

સુનીતાની ડાયરીમાં પતિના બીજા સંબંધો અંગે વાત

38 વર્ષની સુનિતા સોનીપત જિલ્લાના ફિરોઝપુરમાં એક સરકારી સ્કૂલમાં પ્રાથમિક વિદ્યાલયમાં ટીચર હતી. સુનીતાએ પોતાની ડાયરીમાં પોતે અને પતિ સાથે વ્યકતિગત વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેને વાંચ્યા પછી પોલીસે તેના પતિની અટક કરી છે. શરૂઆતમાં પતિએ તેની હત્યામાં સંડોવણી હોવાની વાત નકારી નાખી પરંતુ છેલ્લે આખો મામલો ખુલી ગયો. પોલીસે જણાવ્યું કે સુનીતાના શરીરમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે. છાતી અને પેટ પર હુમલાખોરોએ ત્રણ ગોળી મારી છે.

સ્કૂલ તરફથી સુનીતાને સમ્માનિત કરવામાં આવી રહી હતી

સ્કૂલ તરફથી સુનીતાને સમ્માનિત કરવામાં આવી રહી હતી

સુનીતાના પરિજનો ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્કૂલ તરફથી સોમવારે સુનીતાનું સમ્માન થવાનું હતું. તેમને પોતાના બેચના કાર્યો માટે સ્કૂલ ઘ્વારા સમ્માનિત કરવામાં આવી રહી હતી. તે નાસ્તો બનાવી, પોતાના બંને બાળકોને સ્કૂલ મોકલીને ઘરેથી નીકળી હતી. સુનીતાના સ્કૂલ પહોંચવા પહેલા જ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

English summary
Teacher shot dead bawana husband and his girlfriend behind the crime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X