મોદીનો વિકાસ પ્લાન શરૂ, વારાણસીમાં બનશે 60 ફ્લાઇઓવર

Google Oneindia Gujarati News

વારાણસી, 20 મે: લોકસભા ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી એકતરફી જીત બાદ પાર્ટી દેશમાં સારા દિવસો લાવવાનો પ્લાન ગઢવામાં લાગી ગઇ છે. પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પોતાના સંસદીય વિસ્તાર વારાણસીનો વિકાસ પ્લાન બનાવ્યો છે. અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ આ સંબંધમાં એક સમાચાર પ્રકાશિત કર્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર નરેન્દ્ર મોદીની ટીમે વારાણસીના વિકાસ માટે દિગ્ગજ અધિકારીઓ સાથે વાત કરી છે.

ભારતીય જનતા પાર્ટીની ટીમે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિદાન માટે 60 ફ્લાઇઓવર બનાવવાનો પ્લાન આપ્યો છે. જેમાં ગંગા નદીના બંને કિનારાને જોડવામાં આવશે જેથી ટ્રાફીકની સમસ્યા ઓછી થશે. આ ઉપરાંત, બીજું મોટું કામ છે ગંગા નદીની સફાઇનું. બીએચયૂના રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર કેકે મિશ્રાએ જણાવ્યું કે ટીમ મોદી ગંગા નદીના ગૌરવને ફરીથી સ્થાપિત કરવાને લઇને ગંભીર છે.

ganga
સાંભળવામાં આવ્યું છે કે ગંગાની સફાઇ માટે તેના કિનારા પર થઇ રહેલી આર્થિક ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ભાજપની ટીમ શહેરની જરૂરીયાતને લઇને ત્યાં જાણીતા લોકો પાસેથી સૂચનો પણ લઇ રહ્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ગુજરાત મોડેલથી પ્રેરણા લેતા આવનારા સમયમાં કાશીમાં મોટા ફેરફારો થશે. અત્રે નોંધનીય છે કે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્ર મોદીએ ગંગાની સફાઇ પણ ખાસ ભાર મૂક્યો હતો.

English summary
Even before he enters parliament as MP of Varanasi and India's Prime Minister, Narendra Modi has already started development plans for his parliamentary constituency as well as the rest of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X