For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''સોનિયાની ટીમ બચાવવા માગતી હતી કસાબને''

|
Google Oneindia Gujarati News

subramanian swamy
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ કસાબની ફાંસી પર એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઇઝરી કાઉન્સીલના બે મેમ્બર્સે મુંબઇ હુમલાના ગૂનેગાર અઝમલ આમિર કસાબને બચાવવાની કોશિશ કરી હતી.

એક અંગ્રેજી સમાચારપત્રના જણાવ્યા અનુસાર આરટીઆઇ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે (NAC)ની હાલની મેમ્બર અરૂણા રોય અને પૂર્વ મેમ્બર હર્ષ મંદર પત્રકારો અને સોશિયલ એક્ટિવિસ્ટમાં સામેલ છે. જેમણે કસાબની ફાંસીની સજા માફ કરવાની માંગ કરી હતી.

આ સંબંધે જ્યારે એ અખબારે હર્ષ મંદર સાથે વાતચીત કરી તો તેમણે એક પત્ર આપ્યો. આ પત્રમાં લખ્યું હતું કે 'ભલે 26/11 મુંબઇ એટેક મામલે કસાબની ટ્રાયલ એકદમ ફેયર હતી, પરંતુ મને લાગે છે કે તેને ફાંસીની સજા લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. મે સજા માફીની વાત ન્હોતી કરી, માત્ર ફાંસીની સજા માફ કરવાની અરજી કરી હતી.'

જનતા પાર્ટીના પ્રિસિડેન્ટ સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયાને આરટીઆઇ અંતર્ગત મળેતા પત્રની કોપી આપતા જણાવ્યું કે 'જે લોકોએ એક આતંકવાદીની સજા માફ કરવાની માંગ કરી, તે જ લોકો NACમાં બેસીને દેશનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.'

English summary
Team Sonia Gandhi want to save Azamal Kasab says Janata party's president Subramanian swamy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X