MP: કોરોના સ્ક્રિનિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, ASI ઘાયલ
નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધની જંગમાં સ્વાસ્થ્ય કર્મી, પોલીસકર્મી સૌથી આગળ છે. આ લોકો પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની ભલાઈ માટે સતત કામ કરી રહ્યા છે. તેમ છતાં લોકો તેમના પર હુમલો કરવાથી બાજ નથી આવી રહ્યા. મધ્ય પ્રદેશમાં ફરી એકવાર સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસકર્મીઓની ટીમ પર હુમલો થયો છે. જાણકારી મુજબ મધ્ય પ્રદેશના ઈન્દોરથી શેવપુર આવેલ વ્યક્તિનો ટેસ્ટ કરવા માટે જ્યારે ટીમ પહોંચી તો તે વ્યક્તિના પરિવારના સભ્યોએ ટીમ પર હુમલો કરી દીધો. આ મામલે એએસઆઈ શ્રીરામ અવસ્થી ઘાયલ થઈ ગયા.
એએસઆઈએ જણાવ્યું કે અમે સમજાવવાની કોશિશ કરી કે આ તમારી સુરક્ષા માટે જ છે, પરંતુ આ લોકોએ અમારા પર પથ્થર ફેંકવા શરૂ કરી દીધા. જ્યારે આ ઘટના બાદ શેવપુરના એસપી સંપત ઉપાધ્યાયે કહ્યું કે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, નેશનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામમાં આવશે. બહારથી આવે છે તેવા બધા લોકોના હેલ્થ ટીમ ટેસ્ટ કરે છે, જે પ્રોટોકોલ અંતર્ગત કરવામમાં આવી રહ્યું છે. જે કોઈપણ સહયોગ નહિ કરે તેમની વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના વાઇરસ: બિલ ગેટ્સએ પત્ર લખીને પીએમ મોદીની કરી પ્રસંશા