• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તહેલકા કાંડ: મેનેજિંગ એડિટર શોમા ચૌધરીએ આપ્યું રાજીનામું

|

નવી દિલ્હી, 28 નવેમ્બર: ગોવામાં તહેલકાના થિંક ફેસ્ટ દરમિયાન આવેલું વાવાઝોડું શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યું. મહિલા પત્રકારના શારિરીક શોષણ મામલામાં તરૂણ તેજપાલ તો ભારે મુશ્કેલીમાં છે જ, પરંતુ હવે તેની તપાસ તહેલકાની મેનેજિંગ એડિટર શોમા ચૌધરી સુધી પહોંચી ગઇ છે. સતત વિવાદ વધતો જોઇને ચૌધરીએ તહેલકાના મેનેજિંગ એડિટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

શોમાં ચૌધરીએ આજે સવારે 5 વાગ્યે ઇમેલ દ્વારા પોતાનું રાજીનામું મોકલી દીધું છે. અત્રે નોંધનીય છે કે તહેલકાના તંત્રી તરૂણ તેજપાલ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ શોમાના વલણ પર સવાલ ઉઠી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા અધિકારીઓની લડાઇ લડનાર શોમા ચૌધરી આ મામલે શા માટે ચુપ છે. ઘણા દિવસોથી ટીકાઓનો સામનો કર્યા બાદ આખરે આશે શોમાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

શોમા ચૌધરીનો મેઇલ:

પ્રિય મિત્રો,

તહેલકા સાથે જોડાયેલા તમામ લોકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલીભર્યો છે. હું આ મામલાને કંઇ અલગ અને સારી રીતે સંભાળી શકતી હતી, પરંતુ હું આને દબાવવાના કોઇપણ પ્રકારના આરોપોને નકારુ છું. મહિલા અધિકારીઓના સમર્થક હોવાના નાતે મેં આ મામલામાં સાથી પત્રકારની વાતને સંપૂર્ણ રીતે સામે મૂકી છે.

જ્યારે 18 નવેમ્બરના રોજ પહેલીવાર આ વાત મારી જાણમાં આવી, ત્યારે જ મે આરોપી સામે તાત્કાલિક સખત કાર્યવાહી કરી હતી. મારા હિસાબે મેં એ સમયે મારી પીડિત સાથીના રોષને ધ્યાનમાં રાખીને કર્યું. પહેલીવાર કાર્યવાહી કર્યા બાદ અમે શારિરીક શોષણ વિરુધ્ધ એક તપાસ સમિતિ બનાવી દીધી. ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે અમને માત્ર બે દિવસ મળ્યા અને આ દરમિયાન આ વાત મીડિયામાં લીક થઇ ગઇ.

shoma

તહેલકા કેસમાં આ છઠ્ઠુ રાજીનામું:

તહેલકા કેસમાં આ છઠ્ઠુ રાજીનામું છે. આ પહેલા સીનિયર એડિટર રાના અય્યૂબ અને 4 પત્રકારો રાજીનામા આપી ચૂક્યા છે. ગોવા પોલીસે આ મામલામાં શોમા સાથે બે દિવસ પહેલા સતત 8 કલાક પૂછપરછ કરી હતી. આ ઉપરાંત શોમા સતત આ મામલામાં પોતાના બચાવમાં સ્પષ્ટતા આપી રહી હતી. પરંતુ તેમની પર સતત સવાલો ઉઠી રહ્યા હતા માટે તેણે કંટાળીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

શોમા ચૌધરીએ તેના સ્ટાફને અંગ્રેજીમાં મોકલાવેલો મેઇલ આ પ્રમાણે છે:

Dear All,

This has been a damaging time for all associated with Tehelka. Since the devastating allegation was first brought to my notice on 18th November, I have taken a series of actions in response to this complaint.

To my mind, I acted on instant outrage and solidarity for our colleague as a woman and co-worker.

After the first steps to immediately address her expressed needs, the process of setting up the anti-sexual harassment committee was begun. There were only two days to act on the complaint before the story broke in the press.

Post this, things have been misconstrued and have snowballed exponentially in the media, based on half-facts and selective leaks.

In the next stage, once the committee was formed, the law would have taken its course according to the findings and recommendations. Over the past week, I have been accused of an attempt to "cover-up" and for not standing by my feminist positions. While I accept that I could have done many things differently and in a more measured way, I reject the allegations of a cover-up because in no way could the first actions that were taken be deemed suppression of any kind.

As for my feminist positions, I believe I acted in consonance with them by giving my colleague's account precedence over everything else.

However, despite this, as a result of what's transpired over the past few days my integrity has repeatedly been questioned by people from our fraternity and, in fact, by the public at large.

I would like to take cognizance of this. I have worked hard for Tehelka for many years and what we have stood for is very dear to me and I hold it in high esteem. I do not want questions raised about my integrity to tarnish the image of Tehelka, which it has done in the past week.

Therefore, I resign as Managing Editor with immediate effect. There are many readers and colleagues who have believed in me and expressed their faith through this very difficult time. I am deeply grateful to them. I will come in to office to close the issue and do the necessary handovers.

I cannot express how painful this is for me. It has never been a part of me to give up midway through a challenge. I would have liked to continue at Tehelka to see us through this dark time, but I am no longer sure whether my presence is harming or helping Tehelka.

I deeply regret any inadequacies or lack of clarity I may have displayed in my leadership.

Shoma

English summary
The managing editor of Tehelka, Shoma Chaudhury has resigned from her position in the organization.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more