For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુની ગેરહાજરીમાં થયી તેજ પ્રતાપની સગાઇ, જુઓ તસવીરો

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપની સગાઇ પટનામાં બધા જ રીતિ રિવાજો સાથે પુરી થઇ ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપની સગાઇ પટનામાં બધા જ રીતિ રિવાજો સાથે પુરી થઇ ચુકી છે. તેજ પ્રતાપ યાદવની સગાઇ આરજેડી વિધાયક અને પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયી છે. 12 મેં દરમિયાન તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેજ પ્રતાપે પોતાની સગાઇમાં શેરવાની પહેરી હતી. સગાઇની પહેલી ફોટો પણ સામે આવી ચુકી છે. જેમાં તેમની સાથે બહેન મીસા ભારતી પણ દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે પરિવારમાં લાલુ પ્રસાદ યાદવની ખોટ વર્તાઈ રહી હતી. જેઓ સગાઇમાં હાજર રહી શક્યા ના હતા.

પિતા લાલુ સગાઇમાં આવી શક્યા નહીં

પિતા લાલુ સગાઇમાં આવી શક્યા નહીં

બિહાર પટનામાં આજે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના દીકરા તેજ પ્રતાપની સગાઇ પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયી. આ સગાઇમાં ભાગ લેવા માટે ઘણા સંબંધીઓ આવ્યા હતા. પરંતુ પરિવારના સૌથી અગત્યના વ્યક્તિ જ હાજર ના હતા. ચારા ઘોટાળામાં લાલુ યાદવ સજા ભોગવી રહ્યા છે. હાલમાં તેઓ જેલથી હોસ્પિટલમાં દાખલ છે.

હોસ્પિટલ પહોંચી પિતાના આશીર્વાદ લીધા

હોસ્પિટલ પહોંચી પિતાના આશીર્વાદ લીધા

રાંચીના બિરસા મુંડા જેલમાં તેમની તબિયત ઘણી બગડી ગયી હતી. ત્યારપછી આગળના ઉપચાર માટે તેમને ટ્રેનથી દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હી એમ્સમાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. તેજ પ્રતાપે થોડા દિવસ પહેલા જ અહીં આવીને પિતાના આશીર્વાદ લીધા હતા. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાની સગાઇ પાટણના મોર્ય હોટેલમાં થયી. સગાઇને ભવ્ય અને યાદગાર બનાવવા માટે આખી હોટેલને શાનદાર રીતે સજાવવામાં આવી હતી.

રાજનૈતિક ઘર સાથે જોડાયા લાલુ યાદવ

રાજનૈતિક ઘર સાથે જોડાયા લાલુ યાદવ

લાલુ યાદવે દીકરાના લગ્નમાં કોઈ જ કમી રાખી ના હતી. તેમના ઘરમાં આ આઠમું લગ્ન છે. લાલુ પોતાની સાત દીકરીઓના લગ્ન કરી ચુક્યા છે. તેમની બે દીકરીના લગ્ન રાજનૈતિક ઘરોમાં જ થયા છે. તેમની સૌથી નાની દીકરી રાજલક્ષ્મીના લગ્ન મુલાયમ સિંહ યાદવના સાંસદ પરપોતા તેજ પ્રતાપ યાદવ સાથે થયી. જયારે છઠ્ઠા નંબરની દીકરી અનુષ્કાના લગ્ન હરિયાણાના પૂર્વ મંત્રીના દીકરા સાથે થયા. હવે તેજ પ્રતાપની સગાઇ સાથે લાલુ યાદવનો પરિવાર ફરી એક રાજનૈતિક ઘર સાથે જોડાઈ ગયો છે.

ઐશ્વર્યા એમબીએ અને તેજ પ્રતાપ 10મુ પાસ

ઐશ્વર્યા એમબીએ અને તેજ પ્રતાપ 10મુ પાસ

ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી છે. તેના પિતા ચંદ્રિકા રાય પરસા વિધાનસભા ક્ષેત્રથી આરજેડી વિધાયક છે. તેઓ બિહાર વિધાનસભામાં મંત્રી પણ રહી ચુક્યા છે. ઐશ્વર્યા ચંદ્રિકા રાયના ત્રણ સંતાનમાં સૌથી મોટી છે. તેને દિલ્હી વિશ્વવિધાયલ થી એમબીએ કર્યું છે.

English summary
Tej pratap yadav engagement with aishwarya rai today patna father lalu prasad yadav did not attend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X