For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મથુરાના આ મંદિરમાં જોવા મળ્યા તેજ પ્રતાપ, સીસીટીવીમાં રેકોર્ડ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો પરિવાર હાલમાં ખુબ જ ખરાબ સમયથી પસાર થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો પરિવાર હાલમાં ખુબ જ ખરાબ સમયથી પસાર થઇ રહ્યો છે. તેજ પ્રતાપ યાદવનું પોતાની પત્નીથી તલાક લેવાને મામલે પરિવારના બધા જ લોકો અચંબામાં છે. તેજ પ્રતાપ ક્યાં જાય છે તેના વિશે કોઈને કોઈ જ માહિતી નથી હોતી. આ દરમિયાન તેજ પ્રતાપ યાદવ યુપીના મથુરામાં જોવા મળ્યા છે. તેજ પ્રતાપ અહીં મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે રાધી રાની મંદિરમાં શાલ ઓઢીને દર્શન કરવા માટે પહોંચેલા તેજ પ્રતાપ મીડિયાથી દૂર જ રહ્યા.

આ પણ વાંચો: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો?

મથુરામાં ડેરો

મથુરામાં ડેરો

આપને જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવ આ મંદિરમાં 20 મિનિટ સુધી રોકાયા હતા. ત્યારપછી તેઓ ક્યાંક એકાંત માટે નીકળી ગયા. તેજ પ્રતાપ લગભગ 7 દિવસથી મથુરામાં ડેરો જમાવીને બેઠા છે. તે ક્યારેક ગોવર્ધનની પરિક્રમા કરતા જોવા મળે છે, તો ક્યારેક વૃંદાવનના કોઈ ઘાટ પર નાવડીમાં મુસાફરી કરતા જોવા મળે છે. તેજ પ્રતાપ ક્યારેક રાધા રાની મંદિરના દર્શન કરવા માટે પહોંચે છે, તો ક્યારેક બ્રજ ચોરાસી કોસની પરિક્રમા કરતા જોવા મળે છે. કોર્ટમાં પત્નીને તલાકની અરજી આપ્યા પછી તેજ પ્રતાપ ઘર અને મીડિયાથી દૂર જ રહ્યા છે.

રાબડી દેવીએ છઠ પૂજા કરવાની ના પાડી

રાબડી દેવીએ છઠ પૂજા કરવાની ના પાડી

આપને જણાવી દઈએ કે તેજ પ્રતાપે કોર્ટમાં પોતાની પત્ની સામે તલાકની અરજી દાખલ કરી છે. પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે તેજ પ્રતાપ દિવાળીમાં ઘરે આવી જશે પરંતુ એવું થયું નહીં. તેજ પ્રતાપ છઠ અવસરે પણ પોતાના પટનાના ઘરે નહીં આવ્યા. જેને કારણે રાબડી દેવીએ છઠ પૂજા કરવાની ના પાડી દીધી. તેમને સાફ કહ્યું હતું કે તેઓ છઠ પૂજા ત્યારે જ કરશે જયારે બંને દીકરાઓ ઘરમાં સાથે હશે.

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી

તેજ પ્રતાપે જણાવ્યું કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન રાજનૈતિક કારણોસર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે જેને કારણે તેજ પ્રતાપે ઐશ્વર્યાથી અલગ થવા માટે પટના હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી થશે. હાલમાં કેમેરાની નજર અને પરિવાર તેજ પ્રતાપને શોધવામાં લાગ્યા છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ 29 નવેમ્બર પહેલા પટના નહીં આવે.

English summary
Tej Pratap Yadav is in mathura temple cctv footage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X