પત્ની અને મા રાહ જોતા રહ્યા, ગયાથી અચાનક ગાયબ થઈ ગયા તેજ પ્રતાપ
રાજદ સુપ્રીમો લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ પોતાની પત્ની ઐશ્વર્યા રાય સાથે કોઈ પણ પ્રકારની સુલેહ કરવા તૈયાર નથી, ઘરવાળાની હજુ પણ કોશિશ છે કે બંને વચ્ચેનો મનભેદ ખતમ થઈ જાય અને બંનેમાં સુલેહ થઈ જાય પરંતુ તેજ પ્રતાપ કોઈ પણ પ્રકારની સમજૂતીના ચક્કરમાં નથી. રવિવારે તેજ પોતાના પિતા લાલુ યાદવને રિમ્સમાં મળ્યા હતા. જેમણે પણ તેમને સુલેહ કરવાની જ વાત કહી હતી. રવિવારે રાતે તેજ બોધ ગયાની એક હોટલમાં રોકાયા હતા અને સોમવારે સાંજે તેમના ઘરવાળાએ તેજ પ્રતાપ અને ઐશ્વર્યા રાય વચ્ચે મીટિંગ ફિક્સ કરી હતી. જેથી બંને પરસ્પર સાથે બેસીને મામલો ઉકેલી લે પરંતુ તેજ પ્રતાપ પટના પહોંચ્યા જ નહિ.
આ પણ વાંચોઃ અયોધ્યામાં લોકો ભવ્ય મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા છે અને તે બનશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

હોટલમાંથી અચાનક ક્યાં ગાયબ થઈ ગયા તેજ પ્રતાપ?
તેજ પ્રતાપ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને હોટલમાંથી સીધા વૃંદાવન ભાગી ગયા. જ્યારે સવારે 11 વાગ્યા સુધી તેજ પ્રતાપના હોટલનો રૂમ ખુલ્યો નહિ તો તેમની સાથે હાજર લોકો અને સુરક્ષાકર્મીઓને શક થયો ત્યારબાદ તેમણે દરવાજો ખોલાવ્યો ત્યારે માલુમ પડ્યુ કે તેજ પોતાની સાથે રહેતા ત્રણ પરિવારના સભ્યો અને ચાલક સાથે વૃંદાવન નીકળી ગયા છે. તમને જણાવી દઈએ કે તેજપ્રતાપ પિતા લાલુ યાદવને રાંચીમાં મળ્યા બાદ પટના પાછા આવવાના ક્રમમાં બિમાર પડી ગયા હતા અને આ જ કારણે રવિવારે રાતે ગયાની હોટલના રૂમમાં રોકાયા હતા.

તેજની તબિયત સારી નથી...
આ તરફ પટના મોડી રાત સુધી તેજ પ્રતાપ ઘરે ન પહોંચતા તેમનો પરિવાર, પત્ની ઐશ્વર્યા અને મા ની ચિંતા વધી ગઈ હતી. મોટી સાંજે તેમનો ફોન બનારસ પાસે ટ્રેસ થયો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે તેજની તબિયત પણ સારી નથી. તેને તાવ છે અને તે ઘણો દુઃખી પણ છે અને પરિવાર-પત્નીથી નારાજ પણ છે. તે કોઈ પણ રીતે છૂટાછેડાની અરજી પાછી લેવા તૈયાર નથી. અત્યારે તેજ પ્રતાપનો કોઈ સંપર્ક પોતાના પરિવાર સાથે થયો નથી.

‘ક્યા કરે, મર જાએ હમ કિ ફાંસી લગા લે?'
ઉલ્લેખનીય છે કે તેજ પ્રતાપે પરિવાર પર આરોપ લગાવ્યો કે બધા મારા વિરોધમાં થઈ ગયા છે જ્યારે તેમણે મારો સાથ આપવો જોઈએ. પરંતુ હું સમજૂતી નહિ કરુ, એકલો જ લડીશ. પરિવારનું નામ ખરાબ થવાના સવાલ પર તેમણે કહ્યુ કે, ‘તો ક્યા કરે, મર જાએ હમ કિ ફાંસી લગા લે?' તેજ પ્રતાપે કહ્યુ મને મારા રાજકીય ભવિષ્યની ચિંતા નથી.

‘એ નોર્થ પોલ છે અને હું સાઉથ પોલ'
તેજે પોતાની પત્ની ઐશ્વર્યા અંગે ઘણા ખુલાસા પણ કર્યા છે કે જે ઘણા ચોંકાવનારા પણ છે. તેજનું કહેવુ છે કે તેની અને ઐશ્વર્યાના વિચારો ખૂબ જ અલગ છે. એ નોર્થ પોલ છે અને હું સાઉથ પોલ. એટલા માટે અમારુ સાથે રહેવુ ઘણુ મુશ્કેલ છે. હાલમાં તેજનો પૂરો પરિવાર તેમના વિરોધમાં થઈ ગયો છે જેના કારણે તે ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ Diwali 2018: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બનાવો આ રંગોળી ડિઝાઈન