Video: રડતા રડતા રાબડી દેવીના ઘરેથી નીકળી ઐશ્વર્યા, જાણો મામલો
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાય શુક્રવારે અચાનક રાબડી દેવીના સરકારી ઘરથી અચાનક રડતા રડતા બહાર નીકળી અને પોતાના પિયર ચાલી ગઈ. ઐશ્વર્યા માટે તેના પિતા ચંદ્રિકા રાયે એક કાર મોકલી હતી, જે બહાર રસ્તા પર પાર્ક કરેલી હતી. ઐશ્વર્યા આ કારમાં બેસીને તેના પિયર ગઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે તેજ પ્રતાપ યાદવ દ્વારા છૂટાછેડાની અરજી કરવામાં આવી હોવા છતાં, તેની પત્ની ઐશ્વર્યા રાય તેના પિયરે ગઈ ના હતી અને રાબડી દેવી સાથે તેમના સત્તાવાર નિવાસમાં રહેતી હતી.

સોશ્યિલ મીડિયા પર વીડિયો સામે આવ્યો
ઐશ્વર્યાનો રાબડી દેવીના ઘરેથી નીકળવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અચાનક ઐશ્વર્યા રાય રાબડી દેવીના ઘરની બહાર નીકળી છે અને રસ્તા પર પાર્ક કરેલી કારમાં બેસી ગઈ છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય રડતી જોવા મળે છે. જોકે વીડિયોમાં ઐશ્વર્યા સાથે રાબડી દેવી કે તેના પરિવારના સભ્ય જોવા મળ્યા નથી. આજુબાજુ ફક્ત સરકારી સુરક્ષા કર્મીઓ જ દેખાય છે.

કોર્ટમાં તલાકનો મામલો ચાલી રહ્યો છે
તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યા સાથે પટનાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. છૂટાછેડા માટે અરજી કર્યા પછી તેજ પ્રતાપે મીડિયાને કહ્યું હતું કે લગ્ન થયા બાદથી હું ગૂંગળામણમાં જીવી રહ્યો છું. ગૂંગળામણ સાથે જીવવાનો કોઈ ફાયદો નથી. હું હવે આ સંબંધમાં રહી શકતો નથી. રાજકીય લાભ લેવા તેણે લગ્ન કર્યાં હતાં. મારી પત્ની ઈચ્છતી હતી કે મારે મારા ભાઈ તેજસ્વી સાથે લડવું જોઈએ. જોકે, ઐશ્વર્યાએ આ મામલે મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપ્યું ન હતું.

પરિવારના સમજાવ્યા પછી પણ તેજ પ્રતાપ નહીં માન્યા
કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કર્યા પછી તેજ પ્રતાપ યાદવ વૃંદાવન ગયા હતા અને ત્યાં લાંબા સમય સુધી રોકાયા હતા. લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીએ તેમને ખૂબ મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેજ પ્રતાપ સહમત ન થયા. તે જ સમયે, ઐશ્વર્યાના પરિવારે પણ બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો હલ થયો ન હતો. આ પછી, તેજ પ્રતાપની બહેન મીસા ભારતી અને તેના જીજાએ પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેજ પ્રતાપ તેમની જીદ પર અડગ રહ્યા.

હનીમુનની વાત માટે થયો તેજ-ઐશ્વર્યામાં ઝઘડો
એટલુ જ નહિ લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજ પ્રતાપ યાદવે કહ્યુ છે કે તેમની અને તેમની પત્ની વચ્ચે હનીમુનની વાત માટે જ ઝઘડો શરૂ થઈ ગયો હતો. તેજના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા ઈચ્છતી હતી કે તે તેમને હનીમુન માટે બાલી (ઈન્ડોનેશિયા) લઈ જાય પરંતુ તેજે ના પાડી દીધી કારણકે તે ધાર્મિક પ્રકારના વ્યક્તિ છે એટલા માટે એવા જગ્યાઓએ ના જઈ શકે. એટલુ જ નહિ તેજે કહ્યુ કે શહેરી પરિવેશ અને મોડર્ન વિચારો ધરાવતી ઐશ્વર્યાને સિગારેટ અને શરાબનો પણ શોખ છે.
સીએમ કેજરીવાલના ઑડ ઈવન ફોર્મ્યુલા પર કેન્દ્રીય મંત્રી ગડકરીએ શું કહ્યું?