• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેજપ્રતાપે પરત લીધી તલાકની અરજી, વકીલે જણાવ્યું કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદના મોટા દીકરા અને બિહારના પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યા રાયને તલાક લેવા માટે પટનાની ફેમિલી કોર્ટમાં દાખલ કરેલ અરજી પરત લઈ લીધી છે. ગુરુવારે તેજપ્રતાપેની તલાક અરજી પણ સુનાવણી થનાર હતી, જેના માટે તેના અને ઐશ્વર્યાના વકીલ કોર્ટ પહોંચ્યા હતા. તેજપ્રતાપ યાદવના લગ્નને હજુ માત્ર 6 મહિના જ થયા છે અને તેણે 2 નવેમ્બરે તલાક માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર સુનાવણી માટે 29 નવેમ્બરે દિવસ નક્કી કર્યો હતો. કોર્ટે આ અરજી પર સુનાવણી માટે 29 નવેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો.

વકીલે કોર્ટની બહાર આવીને કારણ જણાવ્યું

વકીલે કોર્ટની બહાર આવીને કારણ જણાવ્યું

તેજપ્રતાપ યાદવના વકીલે આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે અમારા ક્લાયન્ટ તેજપ્રતાપ યાદવે કોરટમાં દાખલ પોતાની તલાકની અરજી પરત લઈ લીધી છે. તેજપ્રતાપે પોતાના લગ્નને બચાવવા માગે છે અને એના માટે તે પોતાની તરફથી પૂરી કોશિશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અગાઉ તેજપ્રતાપ યાદવે તલાક અરજી દાખલ કર્યા બાદ મીડિયા સામે કહ્યું હતું કે એમના લગ્ન એમની મરજીની વિરુદ્ધ કરાવવામાં આવ્યાં હતાં અને લગ્ન બાદથી જ તે મુંઝાઈ મુંઝાઈને જીવી રહ્યો છે. તેજપ્રતાપ યાદવે કહ્યું હતું કે એની પત્ની ઐશ્વર્યા અલગ માહોલમાં ઉછરી છે અને માટે તેની સાથે તાલમેળ નથી બેસી રહ્યો.

મિત્રને વચન આપીને આવ્યા હતા તેજપ્રતાપ

મિત્રને વચન આપીને આવ્યા હતા તેજપ્રતાપ

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે અહેવાલ આવ્યા હતા કે તેજપ્રતાપ યાદવ આજે પટના કોર્ટ પહોંચી પોતાની તલાકની અરજી પરત લઈ શકે છે. તેજપ્રતાપ યાદવના ખાસ મિત્ર અને પૂર્વ જેલ વિજિટર લક્ષ્મણ પ્રસાદે તલાક અરજીને લઈને આ મોટો ખુલાસો કર્યો હતો. લક્ષ્મણ પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે તેજપ્રતાપ રાજકારણમાં ફરીથી સક્રિય થવા માગે છે, માટે બ્રજથી નીકળતા પહેલા તેજપ્રતાપ વચન આપીને ગયા છે કે તેઓ આજે પોતાના બધા વિવાદ ખતમ કરી દેશે. લક્ષ્મણ પ્રસાદનું માનીએ તો તેજપ્રતાપે એમ પણ કહ્યું હતું કે આજે તે પોતાની તલાકની અરજી પરત લેશે, જેથી પરિવારનો માહોલ ઠીક થઈ શકે.

તો શું ધાર્મિક યાત્રા બાદ મન બદલ્યું?

તો શું ધાર્મિક યાત્રા બાદ મન બદલ્યું?

ઉલ્લેખનીય છે કે તલાકની અરજી દાખલ કર્યા બાદથી જ તેજપ્રતાપ યાદવ ઘરથી દૂર-દૂર ભટકી રહ્યા હતા. તેજપ્રતાપ યાદવે મીડિયા સાથે પણ દૂરી બનાવતા પોતાના સમય વૃંદાવન, મથુરા અને વારાણસીમાં વિતાવ્યો. આ સમયે એમણે ગોવર્ધન પરિક્રમા કરી અને મંદિરોના દર્શન કર્યાં. તેજપ્રતાપે વૃંદાવનમાં ચાર ધામોની યાત્રા કરવા ઉપરાંત પરિવારમાં સુખ-શાંતિ માટે યજ્ઞ પણ કરાવ્યો. દરમિયાન અહેવાલ આવ્યા હતા કે તેજપ્રતાપ યાદવે ફોન પર પોતાના મા રાબડી દેવી સાથે વાત કરી છે અને કાર્તિક માસ ખતમ થયા બાદ 23 નવેમ્બરે ઘરે પરત ફરશે. જો કે તેજપ્રતાપ યાદવ ઘરે ન આવ્યા અને તલાક લેવાની જીદ પર ઉતરી ગયા હતા.

તેજસ્વીએ આપ્યા હતા સંકેત, પરંતુ...

તેજસ્વીએ આપ્યા હતા સંકેત, પરંતુ...

મંગળવારે તેજપ્રતાપ અને ઐશ્વર્યાને લઈ પૂછવામાં આવેલા સવાલો પર પ્રતિક્રિયા આપતા તેજસ્વી યાદવે મીડિયાને કહ્યું હતું કે તેજપ્રતાપ અને ઐશ્વર્યા બંને યુવાન છે અને પોતાના જીવનને લઈ નિર્ણય લેવા માટે સક્ષમ છે. તે બંને વધુ સારી એ વાતને જાણે છે કે તેમના માટે સારું શું છે. કોઈના વ્યક્તિગત જીવનને આવી રીતે જાહેરમાં ન ઉછાળવું જોઈએ. જો કોઈના અંગત મામલાને સાર્વજનિક કરવામાં આવે તો દેશના કેટલાય મોટા રાજનેતાઓ મુશ્કેલીમાં પડી જશે. તેજસ્વી યાદવની પ્રતિક્રિયાને જોતા માનવામાં આવી રહ્યું હતું કે તલાકના મામલામાં તેજપ્રતાપ યાદવને સમજાવવાની કોશિશમાં પરિવારને સફળતા મળી નથી.

ઐશ્વર્યાના પરિવારે દૂરી બનાવવી શરૂ કરી દીધી હતી

ઐશ્વર્યાના પરિવારે દૂરી બનાવવી શરૂ કરી દીધી હતી

બીજી બાજુ ઐશ્વર્યાના પરિવારે પણ લાલુ યાદવના પરિવારથી દૂરી બનાવવી શરૂ કરી દીધી હતી. જેની ઝલક એ સમયે જોવા મળી, જ્યારે બિહાર વિધાનસમંડળના શિયાળુ સત્રના પહેલા દિવસે કાર્યવાહી બાદ આગામી રણનીતિ નક્કી કરવા માટે તેજસ્વી યાદવે પોતાના આવાસ પર આરજેડી ધારાસભ્યોની બેઠક બોલાવી અને આ બેઠકમાં ઐશ્વર્યા રાયના પિતા ચંદ્રિકા રાય ન પહોંચ્યા. ચંદ્રિકા રાય આરજેડીના ધારાસભ્ય છે અને એમની ગણતરી પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં થાય છે, આ માટે બેઠકમાં એમની અનુપસ્થિતિને લઈને કેટલાય પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. બેઠક ખતમ થઈ ત્યાં સુધી ઈંતેજાર થતો રહ્યો. જો કે ચંદ્રિકા રાય વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થયા, પરંતુ બેઠકમાં સામેલ નહોતા થયા.

મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયુ 16 ટકા મરાઠા અનામત બિલમહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયુ 16 ટકા મરાઠા અનામત બિલ

English summary
Tej Pratap Yadav Withdraws His Divorce Petition Against Wife Aishwarya Rai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X