રાહુલ ગાંધી, અખીલેશ યાદવની જેમ તેજસ્વી યાદવ પણ રાજકારણના નિષ્ફળ ખેલાડી?
2019ની લોકસભા ચૂંટણી પહેલા રાજદ પ્રમુખ લાલુ યાદવના નાના દિકરા તેજસ્વી યાદવની છવી એટલી વધી ગઈ હતી કે નજીકના ભવિષ્યમાં તે નીતિશ કુમારના નેતૃત્વ વાળી જદયુની રાજનૈતિક દિશા અને દશા બંને નક્કી કરશે તેવું લાગતુ હતુ. જો કે પાછલા 5 મહિનામાં તેજસ્વી યાદવની રાજકીય નિષ્ક્રિયતા દર્શાવે છે કે તેજસ્વી યાદવની સક્ષમતા પર સવાલ ઉઠાવે છે. તેજસ્વી યાદવને તૈયાર રાજકીય પૃષ્ઠભિમી મળી હતી પણ હાલ તેજસ્વી યાદવ દિલ્હીમાં આરામ ફરમાવી રહ્યા છે. બિહારમાં તેમની ગેરહાજરી રાજદના રાજકીય શાખને નુકશાન પહોંચાડી ચૂકી છે.

નીતિશ કુમારને ઘેરવા માટે તેજસ્વી પાસે તૈયાર મુદ્દા હતા
બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ એક નહિં પણ અનેક એવી તકો ગુમાવી ચૂક્યા છે જે બિહારની જદયુ-બીજેપી ગઠબંધન સરકારના નાકમાં દમ કરવા માટે પૂરતાં હતા. તેમાં મુજફ્ફરપુરનો ચમકી તાવ, મોબલિન્ચિંગ, ગુન્હાની મોટી ઘટનાઓ અને પટનામાં ભીષણ જળભરાવ પ્રમુખ છે. જેના પર નીતિશ કુમાર સહિત બીજેપને ઘેરી શકાય તેમ હતુ.

તેજસ્વી યાદવે આ તક છોડી દીધી
તેજસ્વી માટે આ મુદ્દે સરકારને ઘેરવી મુશ્કેલ ન્હોતી કારણ કે આ મુદ્દા સામાન્ય જનતાને લગતા હતા જેને મિડિયાએ ઉઠાવ્યા જ હતા. જનતાને પોતાના પ્રશ્નો માટે એક એવા નેતાની શોધ હોય છે જે સરકારની સામે ઉભા રહીને તેમનો અવાજ બને. જો કે તેજસ્વી યાદવે આ તક છોડી દીધી. તેજસ્વી યાદવની રાજકારણમાં સક્રિયતા જરૂરી હતી, કારણ કે બિહારનું રાજકારણ એકવાર ફરી પડખુ ફરવા તૈયાર છે. એનડીએ અને મહાગઠબંધન બંનેમાં ઘમાસાણ ચાલી રહ્યુ છે.

પપ્પુ યાદવ
વર્ષ 2020માં થનારી વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય જનતા દળ પાસે જમીન તૈયાર હતી, જો કે યાદવ આ તૈયાર પાકની કાપણી માટે પણ પહોંચ્યા નહિં. આ સમયે જન અધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવે ખૂબ વાહવાહી લૂંટી. પપ્પુ યાદવ પૂરના પાણીમાં ઉતરી લોકો સુધી પહોંચ્યા.

તેજસ્વી યાદવનું વર્તન પર સવાલો
તેજસ્વી યાદવની પાર્ટીમાં નિષ્ક્રિયતાને જોતા રાજદના ઉત્તરાધિકારીને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2019ના પરિણામ બાદ વૈરાગ્ય લઈ ચૂકેલા તેજસ્વી યાદવનું વર્તન સવાલો ઉભા કરે તેવું છે. જો કે તેમને રાજકારણથી મોહભંગ થઈ ગયો છે તેવું કહેવું જલ્દી રહેશે. છેલ્લા પાંચ મહિનાના તેમના વર્તનથી તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા અધ્યક્ષ અખીલેશ યાદવની બાજુની સીટ પર બેસાડી ચૂક્યુ છે.

તેજસ્વીનો રાજકારણથી મોહભંગ
આ સવાલો એટલે પણ ઉઠાવવા જરૂરી છે કારણ કે તેજસ્વી યાદવનું રાજકારણમાં અવતરણ પણ અચાનક થયુ છે. જ્યારે તેમના પિતા અને રાજદના પ્રમુખ લાલુ યાદવ ચારા ગોટાળામાં દોષી જાહેર કરાયા. ત્યાર બાદથી તેજસ્વીને પાર્ટીનો વારસો સાચવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યુ. વર્ષ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ ચૂંટાયેલા તેજસ્વી યાદવ રાજકીય પરિપક્વતા સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેઓ નીતિશ કુમારને અનેક જગ્યાએ અરીસો દેખાડી ચૂક્યા છે. તેજસ્વીના મહાગઠબંધન વિરોધી નિવેદનોને કારણે મહાગઠબંધન તોડી એનડીએમાં શામેલ થયા અને બિહારમાં મહાગઠબંધનનો અંત થયો. તેજસ્વીમાં તેજ ત્યાં સુધી જ જળવાયુ જ્યારે લોકસભા ચૂંટણી 2019માં જનતાએ રાજદને માત્ર 15.6 હિસ્સો આપ્યો. આજ કારણે તેજસ્વીનો રાજકારણથી મોહભંગ થઈ ગયો.

IRCTC મામલે લટકતી તલવાર
આજ કારણે તેઓ લોકસભા ચૂંટણી બાદ પટનાથી દૂર છે અને સ્ટેટ પોલિટિક્સમાં પણ ઓછા સક્રિય રહ્યા. દિલ્હીમાં બેઠા બેઠા તેજસ્વી યાદવ મોટા મોટા મુદ્દાઓ પર જબરસ્ત પ્રતિક્રિયા આપવાને બદલે ટ્વીટ પર જબરજસ્તી પોતાની સક્રિયતા દેખાડી રહ્યા છે. તેજસ્વી યાદવની મોટી મુશ્કેલી પણ છે કે તેમના પર IRCTC મામલાની તલવાર લટકી રહી છે. કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ એ પણ અંદાજો લગાવાઈ રહ્યો છે કે તેમની ધરપકડ પણ થઈ શકે છે? જો આમ થયુ તો માત્ર તેજસ્વી જ નહિં પણ આખા આરજેડીનું ભવિષ્ય ખતરામાં આવી જશે. કારણ કે પૂર્વ હેલ્થ મિનિસ્ટર અને મોટાભાઈ તેજ પ્રતાપ યાદવ પાર્ટી સંભાળી શકશે કે કેમ તેના પર જાણકારોમાં એક મત નથી. તેજસ્વી સતત દિલ્હી એટલે પણ જઈ રહ્યા છે કે તેમના પર લટકતી આ તલવારને હટાવી શકે.

બિહારની આગામી ઉપચૂંટણી
બિહારમાં જલ્દી જ પાંચ વિધાનસભા સીટો અને લોકસભાની એક સીટ પર ઉપચૂંટણી થશે, ત્યારે તેજસ્વી યાદવ બેકફૂટ પર આવેલ નીતિશ સરકારને ઘેરીને જનતા સામે પોતાનો પક્ષ મુકી શકતા હતા. જેનો લાભ પાર્ટીને ઉપચૂંટણીમાં મળી શકત. ઉપચૂંટણીમાં રાજદની હાર થઈ તો બિહારમાં રાજદનું અસ્તિત્વ ખતરામાં આવી શકે છે.

રાજદમાં પણ ફાંટા
આવા સમયે રાજદમાં પણ ફાંટા પડવાની શક્યતા વધી જાય છે. જેની શરૂઆત લોકસભા ચૂંટણી 2019ના પરિણામ બાદ થઈ ગઈ હતી. રાજદના બાગી નેતા મહેશ યાદવે તેજસ્વી યાદવને વિપક્ષના નેતાના પદેથી રાજીનામુ આપવાની સલાહ આપી હતી. મહેશ યાદવે કહ્યુ હતુ કે લોકો હવે વંશવાદની રાજનીતિથી કંટાળી ચૂક્યા છે. મહેશ યાદવનો ઈશારો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખીલેશ યાદવ તરફ હતો. મહેશ યાદવે એવું પણ કહ્યુ કે રાજદના અનેક સાંસદો પાર્ટીમાં અકળામણ અનુભવી રહ્યા છે.

તેજસ્વીની આગેવાનીમાં રાજદના મત ઘટ્યા
તેજસ્વી યાદવના નેતૃત્વ પહેલા રાજદને 2014માં કુલ 30.7 ટકા મત મળ્યા હતા. પણ તેજસ્વીની આગેવાનીમાં રાજદના મત ઘટતા ગયા. વર્ષ 2005 વિધાનસભા ચૂંટણીમાં 25 ટકા અને 2009ની લોકસભા ચૂંટણીમાં 19.3 ટકા મત મળ્યા. 2010માં 18.8, 2014 લોકસભા ચૂંટણીમાં 20.5 જ્યારે 2015માં 18.3 અને 2019ની લોકસભા ચૂંટણીમાં રાજદનું ઐતિહાસિક પતન કહી શકાય. જેમાં તેને 15.4 ટકા મત મળ્યા હતા.

પાર્ટીને એક વફાદાર વિકલ્પની શોધ
તેજસ્વીની નિષ્ક્રિયતાને કારણે પાર્ટીને એક વફાદાર વિકલ્પની શોધ છે. પટનામાં પૂર દરમિયાન જમીન પર ઉતરીને કામ કરનારી જન અધિકાર પાર્ટીના પ્રમુખ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવે ખૂબ વાહવાહી એકઠી કરી. 2019ના સીએસડીએસ-લોકનીતિનું સર્વેક્ષણ દર્શાવે છે કે 2014માં 64 ટકાની સરખામણીએ 2019માં માત્ર 55 ટકા યાદવો એ રાજદના નેતૃત્વ વાળા ગઠબંધનને મત આપ્યા હતા. કારણ કે લાલુની સત્તાને તેજસ્વી યાદવ સાચવી શકશે કે કેમ તેને લઈ પહેલેથી લોકોમાં શંકા છે. રાજદ નેતા અને કાર્યકર્તાઓ તેજસ્વીની પરિપક્વતા અને મુશ્કેલીના સમયે પહોંચી વળવાને લઈ નિરાશ છે.
હરિયાણા ચૂંટણી સંગ્રામઃ શુ બાજી પલટવા માટે તૈયાર છે કોંગ્રેસ?