બિહારમાં મતદાન પહેલા તેજસ્વીઃ નીતિશજી હવે થાકી ગયા છે, બિહારને સંભાળવામાં અસમર્થ
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે આજે શનિવારે(7 નવેમ્બર) 15 જિલ્લાની 78 સીટો પર મતદાન થવા જઈ રહ્યુ છે. વોટિંગ સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈન લાગી છે. છેલ્લા તબક્કાના વોટિંગ પહેલા મહાગઠબંધનના સીએમ ઉમેદવાર અને રાજદ નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કરીને કહ્યુ કે તે થાકી ગયા છે અને બિહારને સંભાળવામાં અસમર્થ છે. તેજસ્વી યાદવે લોકોને વોટ કરવાની અપીલ કરી છે.
રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યુ, 'હું બધાને લોકતંત્રના આ તહેવારમાં ભાગ લેવા અને વોટ આપવાની અપીલ કરુ છુ. આ ચૂંટણીમાં બિહાર પોતાના ભવિષ્ય પર નિર્ણય લેશે. નીતિશજી થાકી ગયા છે અને તે રાજ્યને સંભાળવામાં અસમર્થ છે.' તેજસ્વી યાદવે શનિવારે(7 નવેમ્બર)ની સવારે ટ્વિટ કર્યુ, 'બિહારમાં બદલાવની ગંગા, ગંડક અને કોસી વહી રહી છે. બદલાવ ઉફાન પર છે. સોનેરી ભવિષ્ય, ચતુર્મુખી વિકાસ, વિકસિત બિહાર, ભાઈચારો, પ્રેમ, શાંતિ જાળવવા તેમજ વ્યવસ્થા પરિવર્તન અને નવા દોરમાં નવા બિહારના નિર્માણ માટે આજે પોતાના મતદાનનો ઉપયોગ જરૂર કરો.'
ચિરાગ બોલ્યા - નીતિશ હવે ક્યારેય મુખ્યમંત્રી નહિ બને
ત્રીજા ફેઝના મતદાન પહેલા લોજપા ચીફ ચિરાગ પાસવાને કહ્યુ કે જે રીતે બિહારના લોકો બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટના નારા સાથે જોડાઈ રહ્યા છે, તેનાથી અમને પૂરી આશા છે કે આ તબક્કામાં પણ અમે સારુ પ્રદર્શન કરવાના છે. એક વસ્તુ તો એકદમ સ્પષ્ટ છે કે નીતિશજી હવે ક્યારેય મુખ્યમંત્રી નહિ બને.
10 નવેમ્બરે આવશે પરિણામ
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 સીટો પર વોટિંગ થયુ હતુ. વળી, 3 નવેમ્બરે બીજા તબક્કામાં 94 સીટો પર મતદાન થયુ. ત્રીજા અને અંતિમ તબક્કામાં બિહારના 15 જિલ્લાઓની 78 વિધાનસભા સીટો પર વોટિંગ છે. બિહાર ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરે આવશે.
I appeal to everyone to participate in this festival of democracy & cast their votes. In this election, Bihar will take decision on its future. Nitish Ji is tired & he is unable to handle the state: Tejashwi Yadav, RJD #BiharElections pic.twitter.com/FXg9Jpz4eO
— ANI (@ANI) November 7, 2020
Bihar Assembly Election 2020 Live: ત્રીજા તબક્કામાં આજે બિહારની 78 સીટ પર મતદાન