Delhi: ભાજપ નેતા તજિંદર બગ્ગા પહોંચ્યા ઘરે, કહ્યુ - ભાજપ કાર્યકર્તા કોઈથી ડરશે નહિ
નવી દિલ્લીઃ આખો દિવસ ચાલેલા ડ્રામા બાદ છેવટે મોડી રાતે દિલ્લી ભાજપના પ્રવકતા તજિંદર પાલ સિંહ બગ્ગાને મોડી રાતે દ્વારકા કોર્ટ મેજસ્ટ્રેટના ઘર ગુરુગ્રામમાં હાજર કર્યા બાદ પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જ્યાંથી તે દિલ્લી પોતાના ઘર પહોંચ્યા. આ દરમિયાન મોટી સંખ્યાાં હાજર ભાજપ કાર્યકર્તાએ બગ્ગાનુ સ્વાગત કર્યુ. ઘરે આવ્યા બાદ તજિંદર બગ્ગાએ કહ્યુ કે જે લોકો માને છે કે તે પોલિસની મદદથી કંઈ પણ કરી શકે છે, હું તેમને બતાવવા માંગુ છુ કે એક ભાજપ કાર્યકર્તા કોઈનાથી ડરશે નહિ.
અમે લડાઈ લડતા રહીશુઃ બગ્ગા
વળી, પોતાના નિવેદનમં આગળ બગ્ગાએ કહ્યુ કે જો અરવિંદ કેજરીવાલજી સમજતા હોય કે ધમકીઓથી અને FIRથી અમને ડરાવી શકે છે તો હું કહેવા માંગુ છુ કે અમે આ લડાઈ લડતા રહીશુ. તમે એક નહિ 100 FIR કરો. અમે એ ધર્મમાંથી આવીએ છીએ, જેમણે કાશ્મીરી પંડિતો માટે બલિદાન આપ્યુ. તમારી પોલિસ મને ધમકી આપે છે કે કાશ્મીર ફિલ્મ ઉપર જેમણે નિવેદન આપ્યુ જો તમે એ વાત પર વાત કરવાનુ બંધ કરી દેશો તો તમારા ઉપર લાગેલા કેસ પાછા લઈ લેવામાં આવશે.
તજિંદર બગ્ગાએ કહ્યુ કે હું હરિયાણા, દિલ્લી પોલિસ અને બધા ભાજપ કાર્યકર્તાઓને મારુ સમર્થન કરવા માટે આભાર માનુ છુ. દિલ્લી પોલિસે એફઆઈઆર નોંધાવી છે અને સંબંધિત લોકોને દંડિત કરવામાં આવશે. વળી, દિલ્લી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ બગ્ગાના ઘરે પાછા આવવા પર કહ્યુ કે આ સત્યની જીત, લોકતંત્રની જીત અને ન્યાયની જીત છે. ભાજપનો દરેક કાર્યકર્તા ન્યાય માટે સંઘર્ષ કરતો રહેશે. અમે કોઈનાથી ડરતા નથી. અન્યાય સામે અમે રસ્તા પર ઉતરીશુ.
મેડિકલ રિપોર્ટમાં ઈજાના નિશાન
વળી, આ પહેલા દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં બગ્ગાનુ મેડિકલ કરાવવામાં આવ્યુ જેના રિપોર્ટમાં તેમની પીઠ પર ઈજાના નિશાન મળ્યા છે. વળી, ડ્યુટી મેજિસ્ટ્રેટ એચએચઓએ ભાજપ પ્રવકતાને સુરક્ષા પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે. વાસ્તવમાં આ મામલો એ વખતે હાઈ વોલ્ટેજ થઈ ગયો જ્યારે તજિંદર બગ્ગાની શુક્રવારે સવારે પંજાબ પોલિસે તેમના ઘરે દિલ્લીથી ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પંજાબના મોહાલી પોલિસે બગ્ગા સામે સાઈબર સેલમાં કેસ નોંધ્યો હતો. જેના કારણે દિલ્લીથી તેમની ધરપકડ કરવામાં આવી. જો કે, પંજાબ પોલિસનો રસ્તામાં હરિયાણા પોલિસ સાથે સામનો થઈ ગયો. હરિયાણા પોલિસે પંજાબ પોલિસની ગાડીઓને કુરુક્ષેત્રમાં રોકી લીધી અને બગ્ગાને હરિયાણા પોલિસે દિલ્લી પોલિસને સોંપી દીધા.
વળી, ભાજપ નેતા બગ્ગાના કથિત અપહરણના આરોપમાં દિલ્લી પોલિસે પંજાબ પોલિસ સામે એફઆઈઆર પણ નોંધાવી છે. સમગ્ર મામલે દિલ્લી પોલિસનુ પ્રતિનિધિત્વ કરનાર એસએસજી સત્ય પાલ જૈને જણાવ્યુ કે શુક્રવારે સવારે જનકપુરી પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં બગ્ગાના પિતાએ એફઆઈઆર કરાવી. જેમાં તેમણે કહ્યુ કે સવારે અમુક લોકોએ તેમના ઘરે આવીને તોડફોડ કરી અને તજિંદરને જબરદસ્તી ઉઠાવીને લઈ ગયા. તેમને પણ મારવામાં આવ્યા અને તેમને અને તેમના દીકરાને જીવનુ જોખમ છે. આના પર જનકપુરી પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં એફઆઈઆ નોંધાઈ અને ત્યારબાદ દિલ્લી પોલિસને દ્વારકા કોર્ટથી સર્ચ વૉરન્ટ મળ્યુ. જ્યારે ખબર પડી કે તેમને પિપિલી પાસે હરિયાણા પોલિસે પકડ્યા છે ત્યારબાદ ત્યાંથી દિલ્લી પોલિસ બગ્ગાને પોતાની કસ્ટડીમાં લઈને દિલ્લી આવી.
હરિયાણા સીએમનુ નિવેદન
આ મામલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે પંજાબ પોલિસે દિલ્લી પોલિસને જણાવવુ જોઈતુ હતુ. સવારે 5 વાગે બગ્ગાને ઉઠાવવામાં આવ્યા ત્યારબાદ તેમના પિતાએ એફઆઈઆર નોંધાવી. તેમણે હરિયાણા પોલિસને સૂચના આપી. ત્યારબાદ હરિયાણા પોલિસે પિપિલી પાસે એ ગાડીને રોકી અને દિલ્લી પોલિસને સૂચના આપી. ખટ્ટરે આગળ કહ્યુ કે તેમણે કાનૂની પ્રક્રિયાનુ પાલન કરવુ જોઈતુ હતુ અને આ રાજકીય મુદ્દો છે અને ચૂંટણીના દિવસે તજિંદર બગ્ગાએ કંઈક ભાષણ આપ્યુ હશે, એ વખતે એકબીજા પર આરોપ લગાવવામાં આવે છે અને એ સમયે કોઈ ઘટના થાય ત ચૂંટણી પંચ સંજ્ઞાન લે છે. પરંતુ પંજાબ પોલિસનુ આ રીતે દબાણ કરવુ અને રાજકીય વ્યક્તિને આ રીતે ઉઠાવી ના લેવી જોઈએ.
આપની ઑફિસ પર ભાજપનુ પ્રદર્શન
આ તરફ બગ્ગાની ધરપકડ પર ભાજપ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ ત્યારબાદ દિલ્લી પોલિસે આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર પ્રદર્શન કરી રહેલા ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા. ભાજપે આરોપ લગાવ્યો કે આપ પંજાબમાં પોતાની સરકાર બનાવ્યા બાદ પોલિસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોપ છે કે પંજાબ પોલિસે કાર્યવાહી પહેલા દિલ્લી પોલિસનો સંપર્ક કર્યો નહોતો.