For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહેલકા કેસ: 3 કલાક સુધી પોલીસે શોમા સાથે કરી પૂછપરછ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બર: રેપ કેસના આરોપી તહેલકા મેગેઝીનના પૂર્વ ચીફ એડિટર તરૂણ તેજપાલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાને ધ્યાન રાખતાં ગોવા પોલીસે શનિવારે બપોરે જ દિલ્હી પહોંચી અને તેને સાંજે તહેલકાના ઓફિસમાં જઇને મેનેજીંગ તંત્રી શોમા ચૌધરી સાથે લગભગ ત્રણ કલાક સુધી પુછપરછ કરી અને તેમનું વિડિયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું. પોલીસે શોમા ચૌધરીનું લેપટોપ પણ જપ્ત કરી લીધું.

અત્રે ઉલ્લેખનીય છે કે શોમા સમક્ષ પીડિતાએ ઇમેલના માધ્યમથી પોતાની આપવીતીની ફરિયાદ કરી હતી. ત્રણ કલાકની લાંબી પૂછપરછ બાદ તહેલકા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે અમે કેસ સંબંધિત બધા દસ્તાવેજો પોલીસને સોંપી દિધા છે અને અમે સતત પોલીસના સંપર્કમાં છીએ. પોલીસની ટીમે તહેલકાની ઓફિસની તલાશી પણ લીધી હતી.

tarun-tejpal

પૂછપરછ પહેલાં પણ તહેલકાના મેનેજીંગ તંત્રી શોમા ચૌધરીએ મીડિયાને કહ્યું હતું કે તેમને ગોવા પોલીસને કેસ સંબંધિત જે જાણકારી તેમની પાસે હતી તે બધી પુરી પાડી દિધી છે એટલા માટે એવું કહેવું ખોટું હશે કે મેં તપાસમાં મદદ નથી કરી, મેં પોલીસને પુરાવા આપ્યા છે અને તહેલકા પત્રિકાના પૂર્વ ચીફ એડિટર તરૂણ તેજપાલ સાથે વાત કરી હતી.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે શોમા ચૌધરી સાથે પૂછપરછ એટલા માટે કરશે કારણ કે પીડિતા દ્વારા ગુરૂવારે સાંજે ઇ-મેલ દ્વારા એક અરજી મોકલ્યાના 24 કલાક બાદ પણ શોમા દ્વારા પીડિતાની ફરિયાદ નથી મળી. શોમા ચૌધરીએ પોતાનું વલણ સ્પષ્ટ કેમ ન કર્યું અને કેસને દબાવવાનો પ્રયત્ન કેમ કર્યો?

અત્રે ઉલ્લેખનીય છે કે કેસની તપાસ ચાલુ છે, પોલીસે સ્પષ્ટ કરી દિધું છે કે ગોવાની જે હોટલની લિફ્ટમાં પીડિતા સાથે યૌન શોષણ થયું છે તે લિફ્ટમાં સીસીટીવી કેમેરા નથી, પરંતુ લિફ્ટની બહાર લાગેલા કેમેરામાં પીડિતાને એકવાર લિફ્ટમાંથી ઉતાવળે બહાર આવતાં જોવામાં આવી હતી.

તહેલકાના ચીફ એડિટર તરૂણ તેજપાલની ઉપર મહિલા પત્રકારે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે ગોવામાં નશાની હાલતમાં તરૂણ તેજપાલે તેનું જાતીય શોષણ કર્યું. જો કે ઇન્ડિયન એક્સપ્રેસમાં આપેલા નિવેદનમાં તરૂણ તેજપાલનું કહેવું છે કે તેમના વિરૂદ્ધ કાવતરું ઘડાઇ રહ્યું છે. પીડિતા ખોટું બોલી રહી છે.

English summary
A special investigation team of Goa Police yesterday questioned Tehelka Managing Editor Shoma Chaudhary and two-three other employees of the magazine and recorded their statements in connection with the charge against its editor Tarun Tejpal of raping a woman colleague.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X