For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા ચૂંટણી પરિણામાં કોના Exit Poll એ બાજી મારી, જાણો

ચૂંટણી પહેલા રાજકીય પંડીતોનું માનવુ હતુ કે કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન અને ટીઆરએસ વચ્ચે કાંટાની ટક્કર તેલંગાનામાં જોવા મળશે પરંતુ એક્ઝીટ પોલ્સમાં આ કયાસો પર વિરામ લાગતુ જોવા મળ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થયા બાદ કેસીઆર એક વાર ફરીથી મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીઆરએસે શાનદાર પ્રદર્શન કરીને 119માંથી 88 સીટો પર જીત મેળવીને કોંગ્રેસ-ટીડીપી અને સીપીએમના મહાકુટુંબી ગઠબંધનને પછાડી દીધુ. જો કે ચૂંટણી પહેલા રાજકીય પંડીતોનું માનવુ હતુ કે કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન અને ટીઆરએસ વચ્ચે કાંટાની ટક્કર તેલંગાનામાં જોવા મળશે પરંતુ એક્ઝીટ પોલ્સમાં આ કયાસો પર વિરામ લાગતુ જોવા મળ્યુ હતુ. એક નજર નાખીએ તેલંગાનામાં કોણે કયા પક્ષને કેટલી સીટો પર જીતનું અનુમાન લગાવ્યુ હતુ.

telangana

એક્ઝીટ પોલ્સમાં TIMES NOW-CNX એ તેલંગાનામાં ટીઆરએસને 66 સીટો પર જીત મેળવવાનું અનુમાન કર્યુ હતુ. જ્યારે કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 37 સીટો પર અને ભાજપને 7 સીટો પર જીતનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ. સાથે અન્યને 9 સીટો પર જીત મેળવવાનું અનુમાન કર્યુ હતુ.

ટીઆરએસે જીતી 88 સીટો

INDIA TODAY-AXIS એ ટીઆરએસને 79-91, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 21-33, AIMIM ને 4-7 અને ભાજપને 1-3 સીટો પર જીત મેળવવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ. NEWS X NETA એ ટીઆરએસને 57, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 46, AIMIMને 0, ભાજપને 6 જ્યારે અન્યને 10 સીટો પર જીત મેળવવાનું અનુમાન કર્યુ હતુ.

કેસીઆરે તેલંગાનામાં ફરીથી મેળવી જીત

REPUBLIC-CVOTERએ ટીઆએસને 48-60, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 47-59, ભાજપને 5 સીટો પર અને અન્યને 1-13 સીટો પર જીત મેળવવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ. NEWS NATIONએ ટીઆરએસને 53-57, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 51-55, AIMIMને 3-7 જ્યારે ભાજપને 1-5 સીટો પર જીત મેળવવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ.

કેસીઆર સામે ન ચાલ્યો કોંગ્રેસ-ટીડીપીનો દાવ

REPUBLIC-JAN KI BAAT મુજબ તેલંગાનામાં ટીઆરએસને 50-65 સીટો, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 38-52 સીટો, ભાજપને 4-7 સીટો અને અન્યને 8-14 સીટો પર જીત મેળવવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ. TODAYS-CHANAKYAએ તેલંગાના માટે એક્ઝીટ પોલ્સ આપ્યા નહોતા. LAGADAPATI G SURVEYએ ટીઆરએસને 25-45 સીટો, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 55-75, AIMIMમે 6-7, ભાજપને 5-9 અને અન્યને પણ 5-9 સીટો મળવાનું અનુમાન લગાવ્યુ હતુ. તેલંગાનામાં ચૂંટણી પરિણામ ઘોષિત થયા બાદ ટીઆરએસ-88, AIMIM-7, કોંગ્રેસ-ટીડીપીને 21 અને અન્યને 3 સીટો મળી છે.

આ પણ વાંચો- મિઝોરમ ચૂંટણી 2018: ખોટા સાબિત થયા તમામ એક્ઝિટ પોલનાં પરિણામ

English summary
telangana assembly election 2018: exit polls vs finals results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X