For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવુ હોય તો ભાજપને સત્તામાં લાવોઃ સીએમ યોગી

તેલંગાનામાં પાર્ટીનો પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરનું નામ બદલવાની શરતે મતદાતાઓને રિજાવવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાનામાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. આ પહેલા રાજ્યમાં પાર્ટીનો પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરનું નામ બદલવાની શરતે મતદાતાઓને રિજાવવાની કોશિશ કરી છે. સીએમ આદિત્યનાથે કહ્યુ કે જો એ લોકો ઈચ્છે છે કે હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખી દેવામાં આવે તો આના માટે ભાજપને મત આપીને તેને સત્તામાં લાવો. સીએમ આદિત્યનાથની ભાજપ સરકારે હાલમાં જ ઉત્તરપ્રદેશમાં બે શહેરોના નામ બદલ્યા છે.

આ પણ વાંચોઃ કરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાનઆ પણ વાંચોઃ કરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાન

cm yogi

તેલંગાનાના ગોશામહલ વિધાનસભા ક્ષેત્રમાં ઉમેદવાર ટી રાજા સિંહ લોધના સમર્થનમાં આયોજિત રેલીમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા. અહીં તેમણે કહ્યુ કે જો મતદાતા હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખવા ઈચ્છે છે તો ભાજપને સત્તામાં લાવે. તેમણે કહ્યુ કે તે ત્યાં વિશેષ રીતે લોધ માટે પ્રચાર કરવા માટે આવ્યા છે કારણકે તે શહેરનું નામ હૈદરાબાદથી બદલીને ભાગ્યનગર કરવા માટે કામ કરી રહ્યા છે. યોગીએ કહ્યુ કે ભાજપે ભારતને રામ રાજ્ય બનાવવાની જવાબદારી ઉઠાવી હતી અને તેમાં તેલંગાનાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ.

આ પણ વાંચોઃ દક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસઆ પણ વાંચોઃ દક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસ

હાલમાં જ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકારે બે મહત્વપૂર્ણ શહેરોના નામ બદલ્યા છે. પ્રયાગ નગરી ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યુ. વળી, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દેવામાં આવ્યુ છે. શહેરોના નામ બદલવા પર સરકારે ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

English summary
Telangana Assembly Elections 2018: UP CM Yogi Adityanath Ask People To Vote For BJP If They Want To Rename Hyderabad To 'Bhagyanagar'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X