For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા દેશનું 29મુ રાજ્ય બન્યું, ચંદ્રશેખર રાવે CM તરીકે શપથ લીધા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂન : તેલંગાણા આજથી દેશનું 29મું રાજ્ય બની ગયું છે. 2 જૂનના રોજ 00.01 વાગ્યાથી તેલંગાણાને કાયદેસર રીતે અલગ રાજ્યની માન્યતા મળી ગઇ છે. આ માન્યતા મળવાની ખુશીની ઉજવણી રાત ભર તેલંગાણામાં મનાવાઈ હતી. હૈદરાબાદ સહિત તેલંગાણાના અલગ અલગ શહેરોમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ આજે સવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)ના ચંદ્રશેખર રાવે નવા રાજ્ય તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી (સીએમ) તરીકે શપથ લીધા છે.

રાત્રે જ્યારે તેલંગાણાને અલગ રાજ્યની માન્યતા મળી ત્યારથી આખી રાત હૈદરાબાદ સહિતના શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી ઉજવણી કરી રહ્યા હતા. તેલંગાણામાં પહેલી સરકાર બનાવી પહેલી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતીના કાર્યકરોએ લોકોમાં મીઠાઇ વહેંચી હતી અને તેમને બિરિયાની ખવડાવીને ખુશ કર્યા હતા.

તેલંગાણામાં ઉજવણી

તેલંગાણામાં ઉજવણી


રાત્રે જ્યારે તેલંગાણાને અલગ રાજ્યની માન્યતા મળી ત્યારથી આખી રાત હૈદરાબાદ સહિતના શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી ઉજવણી કરી રહ્યા હતા.

તેલંગાણા રાષ્ટ્ર સમિતીની સરકાર

તેલંગાણા રાષ્ટ્ર સમિતીની સરકાર


તેલંગાણામાં પહેલી સરકાર બનાવી પહેલી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતીના કાર્યકરોએ લોકોમાં મીઠાઇ વહેંચી હતી અને તેમને બિરિયાની ખવડાવીને ખુશ કર્યા હતા.

સોનિયા ગાંધીએ પાઠવી શુભેચ્છા

સોનિયા ગાંધીએ પાઠવી શુભેચ્છા


આ ખુશીમાં વિવિધ શહેરોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેલંગાણાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

યુપીએને શ્રેય

યુપીએને શ્રેય


કોંગ્રેસના કાર્યકરોએ પણ હૈદરાબાદમાં રેલી કાઢી હતી અને અલગ તેલંગાણાનો શ્રેય યુપીએ સરકાર અને સોનિયા ગાંધીને આપ્યો હતો.

તેલંગાણામાં 10 જિલ્લા

તેલંગાણામાં 10 જિલ્લા


તેલંગાણા રાજ્યની રચના સાથે જ આંધ્રપ્રદેશ કાયદેસર રીતે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદ સહિત 10 જિલ્લા રહેશે. જ્યારે આંધ્રપ્રદેશમાં 13 જિલ્લા રહેશે.

10 વર્ષ સુધી એક જ રાજધાની

10 વર્ષ સુધી એક જ રાજધાની


બંને રાજ્યોની રાજધાની 10 વર્ષ સુધી હૈદરાબાદ જ રહેશે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હનને તેલંગાણાના પ્રથમ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

119 સભ્યોની વિધાનસભા

119 સભ્યોની વિધાનસભા


ચંદ્રશેખર રાવે તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 119 સભ્યોવાળી તેલંગાણા વિધાનસભામાં રાવની પાર્ટી ટીઆરએસને બહુમતી મળી છે.

ફેબ્રુઆરીમાં પાસ થયું વિધેયક

ફેબ્રુઆરીમાં પાસ થયું વિધેયક


નોંધનીય છે કે સંસદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં આંધ્રપ્રદેશના પુનર્ગઠનનું વિધેયક પસાર થયું હતું. જે પછી અલગ તેલંગાણાની રચનાનો માર્ગ સાફ થયો હતો. આ ભાગલાનો વિરોધ પણ થયો હતો.

આ ખુશીમાં વિવિધ શહેરોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેલંગાણાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ પણ હૈદરાબાદમાં રેલી કાઢી હતી અને અલગ તેલંગાણાનો શ્રેય યુપીએ સરકાર અને સોનિયા ગાંધીને આપ્યો હતો.

તેલંગાણા રાજ્યની રચના સાથે જ આંધ્રપ્રદેશ કાયદેસર રીતે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદ સહિત 10 જિલ્લા રહેશે. જ્યારે આંધ્રપ્રદેશમાં 13 જિલ્લા રહેશે. બંને રાજ્યોની રાજધાની 10 વર્ષ સુધી હૈદરાબાદ જ રહેશે.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હનને તેલંગાણાના પ્રથમ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર રાવે તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 119 સભ્યોવાળી તેલંગાણા વિધાનસભામાં રાવની પાર્ટી ટીઆરએસને બહુમતી મળી છે.

નોંધનીય છે કે સંસદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં આંધ્રપ્રદેશના પુનર્ગઠનનું વિધેયક પસાર થયું હતું. જે પછી અલગ તેલંગાણાની રચનાનો માર્ગ સાફ થયો હતો. આ ભાગલાનો વિરોધ પણ થયો હતો.

English summary
Telangana becomes India's 29th state; Chandrashekhar Rao is first CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X