તેલંગણા: નાલગોંડા જીલ્લામાં ટ્રેનિંગ દરમિયાન ચોપર ક્રેશ, બે પાયલટના મોત
તેલંગાણામાં શનિવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક ટ્રેઇની સહિત બે પાઇલટના મોત થયા હતા. આ ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જુનસાગર ડેમ પાસે પેડદાવુરા બ્લોકના તુંગાતુર્થી ગામની છે. મેડિકલ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર હેલિકોપ્ટર ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર અને કેટલાક ગ્રામીણો પાઈલટને બચાવવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે.
પ્રારંભિક તપાસમાં નાલગોંડા પોલીસે જણાવ્યું હતું કે તેમને પેદાવુરા મંડલના તુંગાતુર્થી ગામમાં ખેતીની જમીન પર કામ કરી રહેલા ખેડૂતો પાસેથી માહિતી મળી હતી કે તેઓએ હેલિકોપ્ટર ક્રેશ થયું અને ગાઢ ધુમાડો નીકળતો જોયો. માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને મહિલા પાયલટનું મોત થયું હતું.
પોલીસને શંકા છે કે હેલિકોપ્ટર ખેતીની જમીન પરના હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યું અને આ દુર્ઘટના બની. ફ્લાયટેક એવિએશનનું સેસના 152 મોડલનું ટુ સીટર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. નાગાર્જુન સાગર એરપોર્ટ પરથી ટેકઓફ હેલિકોપ્ટર ટેક્નિકલ સમસ્યાના કારણે ક્રેશ થયું હતું. જોકે, હવામાન અનુકૂળ હોવાનું જાણકારોનું કહેવું છે. પ્લેન ટેકઓફની થોડી જ વારમાં ક્રેશ થયું હતું.
Nalgonda lo Helicopter crash.. 🙏🏾
— ABC! 🔥🚨🧣 (@ABCHearthrob) February 26, 2022
pic.twitter.com/rWbD5qXiVQ