For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રધાનમંત્રીના ગુલામ છેઃ કોંગ્રેસ

કોંગ્રેસે તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેસીઆર પ્રધાનમંત્રી મોદીના ગુલામ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેસીઆર પ્રધાનમંત્રી મોદીના ગુલામ છે. જ્યારે પીએમ મોદીએ રાજ્યમાં સમયથી પહેલા ચૂંટણીમાં તેમના વિચારનું સમર્થન ના કર્યુ તો તે પોતાની યોજનાથી પાછળ હટી ગયા. તેલંગાના રાજ્ય કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા શ્રવણ દોસોજુએ કહ્યુ કે સમયથી પહેલા ચૂંટણી પર પીએમ અને ચૂંટણી કમિશને કેસીઆરના વિચારોનું સમર્થન ના કર્યુ જેના કારણે તેમણે પોતાના વિચારને પાછા લઈ લીધા. દોસોજુએ કહ્યુ કે કેસીઆર વિધાનસભાને સમય પહેલા ભંગ કરવા ઈચ્છતા હતા અને તેમણે આ વાત પોતાના ઘણા સહયોગીઓને કરી હતી.

chandrashekhar rao

તમને જણાવી દઈએ કે એ વાતના કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે કેસીઆર સમયથી પહેલા વિધાનસભા ભંગ કરી શકે છે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમના એકસાથે ચૂંટણી કરાવવાના પક્ષમાં જઈ શકે છે. પરંતુ સોમવારે કેસીઆરે કયાસોને વિરામ આપવાના બદલે કહ્યુ કે આ બાબતે અંતિમ નિર્ણય આપવાનો અધિકાર તેમનો છે. આના માટે પક્ષે તેમને અધિકૃત કર્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાવ પીએમ મોદીની કઠપૂતળી છે અને તેમના ગુલામ છે. દોસોજુએ કહ્યુ કે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી રિમોટ કંટ્રોલથી ચલાવે છે, તેમણે કેસીઆરને જલ્દી ચૂંટણી કરવવાનું સમર્થન કર્યુ નથી.

આ પણ વાંચોઃ સીજેઆઈ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે થશે રિટાયર, આવી શકે ઘણા ઐતિહાસિક ચૂકાદાઆ પણ વાંચોઃ સીજેઆઈ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે થશે રિટાયર, આવી શકે ઘણા ઐતિહાસિક ચૂકાદા

દોસોજુએ કહ્યુ કે હવે નથી લાગતુ કે રાજ્યમાં જલ્દી વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. કેસીઆરે કહ્યુ હતુ કે લોકોને દિલ્હીના પક્ષોનું ગુલામ ન બનવુ જોઈએ જેના પર પલટવાર કરતા દોસોજુએ કહ્યુ કે કેસીઆર પોતે જ પીએમ મોદીના ગુલામ બની ચૂક્યા છે. તેમણે જીએસટી, નોટબંધીનું સમર્થન કર્યુ હતુ. એટલુ જ નહિ એનડીએના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનું પણ સમર્થન કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે રાવે કહ્યુ હતુ કે તમિલનાડુની જેમ આપણે પણ એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે સત્તા આપણા હાથમાં જ રહે કેન્દ્રના હાથમાં ન હોય.

English summary
Telangana Congress says CM KCR is slave of PM Modi. He act according to Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X