For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશ વિભાજન: 'રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો એકમાત્ર હેતુ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓક્ટોબર: તેલંગાણા મુદ્દે વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના ચીફ વાઇ એસ જગમોહન રેડ્ડી શનિવારે અનિશ્વિતકાલીન અનશન પર બેસી ગયા છે. તેલંગાણા વિભાજન માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતાં જગમોહન રેડ્ડીએ તેમને રાજ્યમાં સંકટ માટે જવાબદાર ગણાવ્યા છે.

જગમોહન રેડ્ડીએ કહ્યું છે કે સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યાં છે. જગમોહન રેડ્ડીએ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશને વિભાજીત કરવા માટે કેન્દ્ર સરકારના ચૂકાદાને તે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાના મુદ્દે વિપક્ષ ઉપરાંત યુપીએના સહયોગી દળોએ પણ સરકારને આડે લીધી છે. એનસીપી નેતા તારીક અનવરે પણ કહ્યું હતું કે આ મુદ્દે સીમાંધ્રના લોકોને વિશ્વાસમાં લેવા જોઇએ. ભાજપના નેતા વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે કોંગ્રેસ આંધ્રમાં અલગ અંને તેલંગાણાના લોકોને અલગ નિવેદન આપી રહી છે. સીપીઆઇ નેતા ગુરૂદાસ દાસગુપ્તાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં ગૃહ યુદ્ધ જેવી હાલત બની ગઇ છે. પરંતુ તેમછતાં કોંગ્રેસને લાગે છે કે લોકોનો ગુસ્સો જલદી શાંત થઇ જશે.

સોનિયા ગાંધી પર લગાવ્યો આરોપ

સોનિયા ગાંધી પર લગાવ્યો આરોપ

જગન મોહન રેડ્ડીએ કહ્યું હતું કે 'રાજ્યમાં સંકટ માટે સોનિયા ગાંધી જવાબદાર છે. તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. તેમનો હેતુ ફક્ત પોતાના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો છે.

અનશન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા

અનશન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા

કડપ્પાથી સાંસદ જગમોહન રેડ્ડીએ જુબલી હિલ્સના લોટ્સ પાંડ્સ સ્થિત પાર્ટી કાર્યાલયની સામે અનશન શરૂ કર્યા છે. કેટલાક પાર્ટી નેતા અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે અનશન પર બેઠ્યા છે. તેલંગાણા સમર્થકો દ્વારા અનશનમાં વિધ્ન નાખવાની આશંકાને ધ્યાનમાં રાખતાં પોલીસે સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો છે.

કેન્દ્રના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે જગમોહન

કેન્દ્રના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે જગમોહન

જગમોહન રેડ્ડીએ કહ્યું હતું કે તે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કારણ કે રાજ્ય વિધાનસભામાં ખરડો પસાર કર્યા વિના કોઇ રાજ્યના વિભાજનનું ઉદારણ આજ સુધી જોવા મળ્યું નથી. જગમોહન રેડ્ડીએ માંગણી કરી છે કે બધા ક્ષેત્રો સાથે ન્યાય કર્યા વિના કેન્દ્રને રાજ્યનું વિભાજન ન કરવું જોઇએ. તેમને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ વોટો અને સીટો માટે રાજ્યનું વિભાજન કરી રહી છે.

જગમોહન રેડ્ડી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ મોકલશે

જગમોહન રેડ્ડી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ મોકલશે

રાજ્યના વિભાજન માટે કેન્દ્રિય મંત્રીમંડળના નિર્ણયનો વિરોધ કરતાં જગમોહન રેડ્ડીએ કહ્યું હતું કે તેમની પાર્ટી અન્ય પાર્ટીઓનું સમર્થન પ્રાપ્ત કરવા માટે દિલ્હીમાં એક પ્રતિનિધિમંડળ મોકલી રહી છે. તેમને કહ્યું હતું કે આજે આ આંધ્રપ્રદેશ સાથે થઇ રહ્યું છે અને કાલે અન્ય રાજ્યો સાથે પણ થશે.

English summary
"Someone wanted their son to become PM and divided the state," Mr Reddy said referring to Congress president Sonia Gandhi, and her son Rahul, who is No. 2 in the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X