For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણાઃ એવા ઉમેદવાર જેઓ 2000થી ઓછા વોટના અંતરે ચૂંટણી જીત્યા

તેલંગાણાઃ એવા ઉમેદવાર જેઓ 2000થી ઓછા વોટના અંતરે ચૂંટણી જીતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગાણામાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. કેસીઆરની પાર્ટી ટીઆરએસના તોફાન સામે તમામ પાર્ટીઓએ હારનો સામનો કરવો પડ્યો. તેલંગાણાની 119 વિધાનસભા સીટમાંથી 88 સીટ પર ટીઆરએસે જબરદસ્ત જીત નોંધાવી છે. જો કે ત્રણ સૌથી મોટા અંતરવાળી જીત ટીઆરએસના ખાતામાં આવી છે પરંતુ કેટલીક એવી સીટ પણ છે જ્યાંના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. આ સીટ પર ઉમેદવારોની જીતનું અંતર 2000 મતથી પણ ઓછું હતું. એવામાં આ પરિણામથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે પ્રદેશમાં ઉમેદવારોની વચ્ચે મુકાબલો ખરાખરીનો હતો.

telangana

પાંચ વિધાનસભા સીટ એવી હતી જ્યાં ટીઆરએસના ઉમેદવારોએ જીત માટે હાંફી ગયા હતા, પરંતુ આખરે ચૂંટણી પરિણામની જાહેરાત થયા બાદ ટીઆરએસના ઉમેદવારોને જીત મળી. જ્યારે આસિફાબાદ વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર અથરમ સક્કૂએ ટીઆરએસના ઉમેદવાર કોવા લક્ષ્મીને નજીવા મુકાબલે માત આપી. જણાવી દઈએ કે પ્રદેશમાં કેસીઆર ફરી એકવાર મુખ્યમંત્રી બની ગયા. ચૂંટણી પરિણામ ઘોષિત થયા બાદ રાહુલ ગાંધીએ પણ મિઝોરમ અને તેલંગાણામાં જીતનાર ઉમેદવારો અને દળોને શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો- કે ચંદ્રશેખર રાવે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધા

English summary
Telangana Election Results 2018: 6 candidates who won with mrgin of less than 2000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X