For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણામાં કેસીઆરની 'પ્રજા કલ્યાણ' સ્કીમે કોંગ્રેસ-ટીડીપીનાં ગઠબંધનને ડૂબાવી દીધું

તેલંગાણામાં કેસીઆરની સ્કીમે જનતાનું દિલ જીત્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટીઆરએસ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની જન કલ્યાણકારી યોજનાઓએ અસર કરી છે. આ કારણ જ છે કે જનતાએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની લોકપ્રિયતાને તેલંગાણામાં કોંગ્રેસ-ટીડીપી વિશ્વાસ ન દેખાડ્યો અને પ્રજાએ ગઠબંધનના સપનાં ચકનાચૂર કરી નાખ્યાં.

KCR

જણાવી દઈએ કે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 88 સીટ ટીઆરએસના ખાતામાં આવતી જણાઈ રહી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 21 સીટ આવી છે. જ્યારે ભાજપના ખાતામાં 1 સીટ આવી હોવાનું અનુમાન છે. જો કે હજુ પાર્ટીઓના જીતની સત્તાવાર રીતે ઘોષણા નથી થઈ. પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેલંગાણામાં ટીઆરએસ જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે.

આ પરિણામથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીઆરએસની જીતની પાછળ કેટલાય પહેલુ છે. જેમાં જન કલ્યાણકારી નીતિ અથવા પછી પ્રજા કલ્યાણ નીતિ સૌથી પ્રમુખ છે. સૌથી વધુ તેણે જ ટીડીપી અને કોંગ્રેસ ગઠબંધનને પ્રભાવિત કર્યું છે. આ જીત બાદ વિશ્લેષકોએ કહ્યું કે યાદ રાખવું જોઈએ કે ટીઆરએસ સત્તામાં રહીને જે સ્કીમ લઈને આવી હતી તેમાં દરેક ઘર માટે કંઈકને કંઈક હતું. જેમ કે રિતૂ બંધૂ સ્કીમ, જે અંતર્ગત દરેક ખેડૂતોને પ્રતિ એકર 8000 રૂપિયા પ્રતિ વર્ષ મળે છે. આ ઉપરાંત આસારા યોજના જેમાં ગરીબો, વૃદ્ધો, વિશેષ રૂપથી કમજોર વર્ગ માટે પેન્શન સ્કીમે ટીઆરએસને લાભ પહોંચાડ્યો છે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશ વિધાનસભાઃ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, રાજ્યપાલને મળવા સમય માગ્યો

English summary
telangana election results 2018: KCR schemes and freebies thrashes Congress-TDP alliance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X