For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશે

મંગળવારે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ) થી રાજીનામુ આપનાર સાંસદ કુંડા વિશ્વેશ્વર રેડ્ડીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

મંગળવારે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ) થી રાજીનામુ આપનાર સાંસદ કુંડા વિશ્વેશ્વર રેડ્ડીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યું છે કે રેડ્ડી 23 નવેમ્બરે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 23 નવેમ્બરે સોનિયા ગાંધી મલ્કાજગીરીમાં એક સભા સંબોધિત કરશે. આ સભા દરમિયાન રેડ્ડી કોંગ્રેસમાં શામિલ થવાનું એલાન કરી શકે છે.

આ પણ વાંચો: તેલંગાણામાં બળવાખોરોએ TRS અને કોંગ્રેસની મુસ્કેલી વધારી, આગામી ત્રણ દિવસ રહેશે મહત્વના

રાજીનામાં પછી રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા

રાજીનામાં પછી રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા

બુધવારે રેડ્ડીએ દિલ્હી પહોંચીને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. એટલું જ નહીં પરંતુ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને પણ લોકસભામાં પોતાનું રાજીનામુ આપ્યું. મંગળવારે રેડ્ડીએ ટીએમસી ઓફિસમાં ત્રણ પેજનું પોતાનું રાજીનામુ આપ્યા પછી લોકસભાથી પણ રાજીનામુ આપ્યાનું એલાન કર્યું હતું. તેલંગાણાની ચેવલલા લોકસભા સીટથી ટીઆરએસ સાંસદ કુંડા વિશ્વેશ્વર રેડ્ડીએ મંગળવારે પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે.

તેલંગાણાના સૌથી અમીર સાંસદ

તેલંગાણાના સૌથી અમીર સાંસદ

વિશ્વેશ્વર રેડ્ડી દેશના સુધી અમીર નેતાઓમાં ગણાય છે. વર્ષ 2014 દરમિયાન તેલંગાણાથી આવનાર સૌથી અમીર સાંસદ છે. ચૂંટણી પંચને તમને પોતાની 528 કરોડની સંપત્તિ જણાવી હતી. વિશ્વેશ્વર રેડ્ડી એપોલો હોસ્પિટલના ફાઉન્ડર પ્રતાપસિંહ રેડ્ડીના જમાઈ છે. તેમની પત્ની સંગીતા એપોલો હોસ્પિટલમાં મેનેજિંગ ડાયરેક્ટર છે.

ટીઆરએસ પર અનદેખી કરવાનો આરોપ

ટીઆરએસ પર અનદેખી કરવાનો આરોપ

વિશ્વેશ્વર રેડ્ડીએ પોતાના ત્રણ પેજના રાજીનામામાં જણાવ્યું છે કે તેમને 2014 દરમિયાન પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી. પરંતુ પાર્ટીએ એવા લોકોને કેબિનેટમાં જગ્યા આપી, જેઓ તેલંગાણા અને અમારી વિચારધારાની વિરુદ્ધ છે. એવા લોકોને મહત્વ આપવામાં આવ્યું જેઓ પાર્ટી સાથે ના હતા. તેમને આગળ જણાવ્યું કે હું વ્યક્તિગત રીતે ખુબ જ નિરાશ છું, આશા કરું છું કે પાર્ટી અને પાર્ટી અધ્યક્ષ મારી વાત સમજશે.

English summary
Vishweshwar Reddy who resigned from TRS meets Rahul Gandhi in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X