Hyderabad: ઘરમાં સંદિગ્ધ હાલતમાં મળ્યો ટીવી અભિનેત્રીનો મૃતદેહ
હૈદરાબાદઃ હૈદરાબાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમે તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધ્રૂજાવી મૂકી છે, જાણીતી ટીવી એંકર અને અભિને્રી વિશ્વશાંતિનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે. અભિનેત્રીનો મૃતદેહ તેમના હૈદરાબાદ વાળા ઘરમાંથી મળ્યો છે, જણાવી દઈએ કે વિશ્વશાંતિ અહીં એલ્લારેડ્ડી ગુડા એન્જીનિયર્સ કોલોનીમાં રહેતી હતી, મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુવારે સવારે વિશ્વશાંતિના ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિશ્વશાંતિનો મૃતદેહ મળ્યો
પોલીસ તરફથી મળેલી જાણકારી મુજબ વિશ્વશાંતિના પાડોસીઓએ પોલીસને કૉલ કરીને જણાવ્યું કે પાંચમા માળે રહેતી વિશ્વશાંતિ કેટલાય દિવસોથી ઘરી બહાર નીથી નીકળી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડીને અંદર જોયું તો ઘરમાં વિશ્વશાંતિ મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને સંબંધીઓને સૂચના આપી દીધી.

વિશ્વશાંતિ વિશાખાપટ્ટનમની રહેવાસી હતી
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી વિશ્વશાંતિ મૂળરૂપે વિશાખાપટ્ટનમની રહેવાસી હતી. તેમણે કેટલાય તેલુગૂ સીરિયલ્સ અને શોમાં કામ કર્યું છે. વિશ્વશાંતિના મોતને લઈ કેટલાય પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા ચે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. વિશ્વશાંતિની હત્યા થી કે કોઈ બીમારીને કારણે તેનું મોત થયું તે અંગેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે.

આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાનો કહેર
આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાનો કહેર છે, અહીં કોરોા વાયરસના કારણે ગુરુવારે વધુ બે લોકોના મોત થયાં અને તેની સાથે જ રાજ્યમાં આ બીમારીના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. આ દરમિયાન આનાથી સંક્રમણના 15 નવા મામલા સામે આવવાથી કુલ સંખ્યા વધીને 363 થઈ ગઈ છે.
છેલ્લા 12 કલાકમાં કોરોનાથી દેશમાં 30 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 6412