For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં નાસભાગઃ મૃતાંક 100ને પાર, દર્દનાક તસવીરો

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 14 ઓક્ટોબરઃ મધ્ય પ્રદેશના દતિયા જિલ્લાના રતનગઢ માતાના મંદિદે રવિવારે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ વચ્ચે નાસભાગ મચી હતી, ત્યારબાદ જીવ બચાવવા માટે લોકો સિંધ નદીમાં કૂદ્યા હતા. જેના કારણે 105 લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મોડી રાત્રે જણાવ્યું છે કે, અત્યારસુધી 105 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટનામાં 100 લોકોને ઇજા પહોંચી છે.

રાજ્ય સરકારે ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. નવરાત્રીના અંતિમ દિવસે રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રતનગઢની માતાના મંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરથી થોડેક આગળ સિંધ નદીના પૂલ પર ભારે ભીડ હતી. પૂલ સાંકડો હોવાના કારણે તેના પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર્સ પહોંચવાના કારણે જામ જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. જામના કારણે ભીડ બેકાબુ થઇ ગઇ અને પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો, જેમાં નાસભાગ મચી ગઇ. એક તરફ શ્રદ્ધાળુ જ્યાં એકબીજાને કચડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, તો બીજી તરફ જીવ બચાવવા માટે શ્રદ્ધાળુઓ નદીમાં કૂદી રહ્યાં હતા. રાજ્યના મુખ્ય સચિવ એન્ટોની ડિસાએ દતિયામાં સંવાદદાતાઓને જણાવ્યું કે આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 105 થઇ ગઇ છે. સાથે જ તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છેકે ભીડ વધુ હોવાના કારણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી થઇ રહી હતી.

પોલીસ મહાનિદેશન નંદન દુબે સાથે દતિયા પહોંચેલા ડિસા સ્થિતિનો તાગ મેળવવા રતનગઢ પણ ગયા. ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચંબલ પરિક્ષેત્રના પોલિસ ઉપમહાનિરીક્ષક ડી કે આર્યએ જણાવ્યું છે કે, ઇજાગ્રસ્તોની સંખ્યા 100ની છે. તેમજ નદીમાં શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર ઘટના થયાને ત્રણ કે ચાર કલાક બાદ પ્રશાસન અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. મોડી રાત સુધી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાના કરણે આંકડો વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દતિયામાં મૃતદેહોના ઢગલા

દતિયામાં મૃતદેહોના ઢગલા

દતિયાના રતનગઢ મંદિર પાસે નાસભાગમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યાં હતા. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.

દુર્ઘટના પછીની તસવીર

દુર્ઘટના પછીની તસવીર

રતનગઢ મંદિરે જતી વખતે જે પૂલ પર આ દુર્ઘટના ઘટી હતી ત્યાર પછીની સ્થિતિ

આ દુર્ઘટનામાં 100 લોકોને ઇજા પહોંચી

આ દુર્ઘટનામાં 100 લોકોને ઇજા પહોંચી

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મોડી રાત્રે જણાવ્યું છે કે, અત્યારસુધી 105 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટનામાં 100 લોકોને ઇજા પહોંચી છે.

નદીમાં શોધખોળ શરૂ કરાઇ

નદીમાં શોધખોળ શરૂ કરાઇ

ઘટના થયાને ત્રણ કે ચાર કલાક બાદ પ્રશાસન અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. મોડી રાત સુધી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાના કરણે આંકડો વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો

પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો

પૂલ સાંકડો હોવાના કારણે તેના પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર્સ પહોંચવાના કારણે જામ જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. જામના કારણે ભીડ બેકાબુ થઇ ગઇ અને પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો, જેમાં નાસભાગ મચી ગઇ. એક તરફ શ્રદ્ધાળુ જ્યાં એકબીજાને કચડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, તો બીજી તરફ જીવ બચાવવા માટે શ્રદ્ધાળુઓ નદીમાં કૂદી રહ્યાં હતા.

પૂલ પર એકઠી થયેલી ભીડ

પૂલ પર એકઠી થયેલી ભીડ

નવરાત્રીના અંતિમ દિવસે રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રતનગઢની માતાના મંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરથી થોડેક આગળ સિંધ નદીના પૂલ પર ભારે ભીડ હતી.

English summary
In one of the worst tragedies of its kind, a horrific stampede at a Durga temple in Madhya Pradesh Sunday left at least 105 people dead, with many falling into a fast flowing river. Witnesses and officials said more than 100 others were injured in the tragedy at the Ratangarh temple, located in a forested part of Datia district, 390 km north of the state capital and 55 km from Datia town.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X