• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LAC પર ચીની અને ભારતીય સેના આમને-સામને, ભારતે પાછળ ના હટવાનો ફેસલો લીધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક તરફ જ્યાં ભારત સહિત આખી દુનિયા કોરના વાયરસ મહામારી સામે લડી રહી છે ત્યારે ચીન લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર હાલાતને તણાવપૂર્ણ બનાવતા નથી ચૂકી રહ્યું. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે પાછલા બે અઠવાડયાથી તણાવની સ્થિતિ બનેલી છે. બંને તરફથી સૈનિકોનો જમાવડો છે અને ભારતે નક્કી કર્યું છે કે તે પાછળ નહિ હટે. અગાઉ જૂન 2017માં ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ આમને સામને આવી ગઈ હતી.

કારાકોરમ નજીક સેના મોકલી

કારાકોરમ નજીક સેના મોકલી

ભારતે નક્કી કર્યું કે લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડી નજીક આવેલ પુલ, કારાકોરમ પાસ પર અંતિમ મિલિટ્રી પોસ્ટ ઉપરાંત ચીનને જવાબ આપવા માટે સેનાઓને રવાના પણ કરી દેવામાં આવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલેથઈ આ જાણકારી આપીછે. પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેટલાક વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ સાથે એક હાઈલેવલ સિક્યોરિટી મીટિંગ કરી હતી. આ મીટિંગમાં નક્કી થયું કે ચીન તરફથી ભલે ભારતને સતત પડકાર આપવામાં આવી રહ્યા હોય પરંતુ ભારતીય સીમામાં કોઈપણ પ્રકારે બદલાવ બર્દાશ્ત નહ થાય.

પૂર્વ લદ્દાખમાં હજારો સૈનિકો હાજર

પૂર્વ લદ્દાખમાં હજારો સૈનિકો હાજર

પીએમ અને ડોવાલ સવાય આ મીટિંગના ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં એલએસી પર હાલાતોને લઈ વસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ નદી અને ગાલવાન ઘાટીમાં ભારત અનેચીનના હજારો સૈનિકો હાજર છે. સીડીએસે પીએમ મોદીને મિલિટ્રી ઈનપૂટ્સના આધારે મહત્વની જાણકારી ઉપલબ્ધ કરાવી. સાથે જ તેમને એમ પણ જણાવ્યું કે લદ્દાખણાં સ્થિતિથી કેવી રીતે નિપટી શકાય છે.

દર વખતે ચીન મુશ્કેલી પૈદા કરે છે

દર વખતે ચીન મુશ્કેલી પૈદા કરે છે

રક્ષા સૂત્રો મુજબ આવા પ્રકારની સ્થિતિઓ અગાઉ પણ સામે આવી છે અને સંપૂર્ણ તાકાત સાથે તેનો સામનો કરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચે જૂન 2017માં ડોકલામમાં 73 દિવસ સુધી ટકરાવની સ્થિતિ બની હતી. સુરક્ષા અધિકારીઓ મુજબ આ સમય ચીનનું બધું ધ્યાન ડારબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડના નિર્માણથી ભારતને રોકવા પર છે. આ રસ્તાનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયા બાદ સેનાઓને અહીં સુધી આવવામાં આસાની રહેશે અને તેનો ભારતને જબરો ફાયદો મળશે. ભારતને અહીં ચીન પૂલનું નિર્માણ કરવાથી રોકવા માંગે છે.

સિક્કિમમાં હાલાત સામાન્ય

સિક્કિમમાં હાલાત સામાન્ય

સિક્કિમમાં હાલ સ્થિતિ સામાન્ય છે અને માનવામાં આવી રહયું છે કે ચીને લદ્દાખમાં 5000 સૈનિકોને રવાના કરી દીધા છે. ભારતે પણ નક્કી કર્યું કે તે લદ્દાખમાં સૈનિકોની સંખ્યા, ક્ષમતાઓ અને સંસાધનોમાં વધારો કરશે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે 22 મેના રોજ સ્પષ્ટ કરી દીધું કે સેનાની જે કોઈપણ ગતિવિધિઓ લદ્દાખ અને સિક્કિમમાં એલએસી પર થઈ રહી છે, તે ભારતીય સીમામાં છે. વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો કે ચીની સેનાએ એલએસીના બીજી તરફ ભારતીય સીમામાં થતા પેટ્રોલિંગમાં સમસ્યા ઉદ્ભાવી હતી.

ભારત અને ચીન વચ્ચે 3500 કિમીની સરહદ

ભારત અને ચીન વચ્ચે 3500 કિમીની સરહદ

ભારત અને ચીન વચ્ચે 3500 કમી લાંબી એલએસી છે અને કેટલાય દશકોથી અહીં તણાવની સ્થિતિ છે. અધિકારીઓએ કહ્યું કે ભારતીય સેનાને એલએસી વિશે સંપૂર્ણ જાણકારી છે. ચીની સેના તરફથી અગાઉ પણ પેટ્રોલિંગ રોકવાની કોશિશ કરવામાં આવી. પરંતુ આ વખતે સ્થિતિને લઈ ચીનના ઈરાદા સ્પષ્ટ નથી. જે બાદ પણ ભારતની સ્થિતિ સાફ છે અને ઈન્ડિયન આર્મી તરફથી કોઈપણ પ્રકારના કોઈ ઉલ્લંઘન કરવામાં નહિ આવે. એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે ચીનના વરોધ અને ટકરાવ બાદ પણ ભારત નિર્માણ કાર્ય બંધ નહિ કરે.

દુનયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના 10 શહેર સામેલદુનયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના 10 શહેર સામેલ

English summary
Tensions between India and China at LAC india won't move back
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X