ટેરર ફંડિંક કેસઃ 22 એપ્રિલ સુધી JKLFનો ચીફ યાસીન મલિક NIAની રિમાન્ડ પર
નવી દિલહીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગાવવાદીઓના સમૂહને ફંડ ઉપલબ્ધ કરાવવાના મામલામાં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસન મલિકને બુધવારે દિલ્હીની અદાલતમાં રજૂ કર્યો. મલિકને વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં યાસિન મલિકને 22 એપ્રિલ સુધી એનઆઈએની રિમાન્ડમાં મોકલવામાં આવ્યો.
ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલિકની પૂછપરછ કરવામાં આવશે. એનઆઈએની સ્પેશિયલ કોર્ટે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવાના આદેશ બાદ મંગળવારે સાંજે તેને દિલ્હી લાવવામાં આવયો હતો. યાસીન વિરુદ્ધ 30 વર્ષ જૂના કેસની ફરી તપાસ શરૂ કરવાના મામલામાં સીબીઆઈ દ્વારા દાખલ અરજી પર સુનાવણી બાદ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં યાસીન મલિક આરોપી છે.
પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ
જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસીન પર 1989માં તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંતરી મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રૂબૈયા સઈદનું અપહરણ કરવાના અને 1990માં ચાર ભારતીય વાયુસેનાના ચાર કર્મીઓની હત્યા કરવાનો આરોપ છે. એનઆઈએએ જમ્મુની વિશેષ અદાલત પાસે મલિકની કસ્ટડીની માંગ કરી હતી જેથી ટેર ફંડિંગ મામલામાં તેની પૂછપરછ કરી શકાય.
Farooq Abdullah on Yasin Malik's arrest by NIA: Mujhe bahot afsos hai, isse koi chiz milegi nahi.Jitna inpe zulm karenge utni aag aur bhadkegi. Insan differences rakh sakta hai. Iska matlab ye nahi ki jo tumahri soch mein nahi hai,usko band karein. Ye Hindustan ka raasta nahi hai pic.twitter.com/0jfAkY2eBz
— ANI (@ANI) April 10, 2019
જ્યારે એનઆઈએ દ્વારા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવતાં ફારુક અબ્દુલ્લાએ નિવેદન આપ્યું હતું કે મને બહુ અફસોસ છે, આનાથી કંઈ નહિ મળે, તેમના પર જેટલાં જુલ્મ કરશો તેટલી જ આગ વધુ ભડકશે. માણસ અલગ મંતવ્ય રાખી શકે છે, જેનો મતલબ એ નથી કે જે તમારી સોચ છે તે બંધ કરી દો, આ હિંદુસ્તાનીઓનો રસ્તો નથી.
એનઆઈએની તપાસનો ઉદ્દેશ્ય આતંકી ગતિવિધિઓના વિત્તપોષણ, સુરક્ષા બળો પર પથ્થરમારો, સરકારી પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડવામાં સામેલ લોકોની ઓળખ કરવી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકના નેતૃત્વ વાળા સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આતંકી રોધી કાયદા અંતર્ગત કાર્યવાહી કરતા જેકેએલએફને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.