For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા આતંકી સંગઠનના હિટ લીસ્ટમાં છે ભાજપ - કોંગ્રેસના નેતા

|
Google Oneindia Gujarati News

terror
નવી દિલ્હી, 14 ઑગસ્ટ : 15 ઑગસ્ટના રોજ ગુપ્તચર એજન્સી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, કે આતંકી સંગઠન છે ગુલાબી ગેંગ ઓફ મુસ્લીમ ફાઇટર્સ (જીજીએમએફ) કોંગ્રેસ, બીજેપી અને શિવસેનાના કેટલાંક નેતાઓ આતંકી હુમલાના હિટ લીસ્ટમાં છે. આઇબીના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતા રહેમાન ખાન અને બીજેપીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીનું નામ પણ જીજીએમએફ હિટલિસ્ટમાં છે.

આતંકનું આ એલર્ટ બાંગ્લાદેશને ગુલાબી ગ્રુપ તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીના પગલે જારી કરવામાં આવ્યું છે. જીજીએમએફ તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતના એ મુસ્લીમ નેતાઓથી ખફા છે, જેમણે સંસદમાં બર્માની હિંસાનો મુદ્દો ઉઠાવ્યો અને હિંસાને રોકવા માટે કોઇ વાત ના કરી.

આતંકિઓની ચીઠ્ઠીમાં કહેવાયું છે કે આવા નેતા પોતાના અને પોતાની પાર્ટીના ફાયદા માટે રાજનીતિ કરે છે. જીજીએમએફની ચિઠ્ઠીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતા ધર્મનિરપેક્ષતાનો માત્ર દેખાડો કરે છે.

English summary
Terror threat to Indian politicians by Gulabi Gang.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X