For Daily Alerts
શ્રી નગરમાં આતંકી હુમલો, સેનાના 2 જવાન થયા શહીદ
શ્રીનગરમાં એચએમટી નજીક આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા છે. 3 આતંકીઓ મારુતિ કારમાં સવાર હતા, જે અંગે વાત કરતા આઈજીપી કાશ્મીર રેન્જ વિજય કુમારે કહ્યું કે આ હુમલો ત્રણ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ મારુતિ કારમાં આવ્યા હતા.
હુમલા બાદ ફરાર આતંકીઓનો પીછો કરવામાં આવી રહ્યો છે. કારમાં રહેલા ત્રણ આતંકીઓમાંથી બે પાસે હથિયાર હતા જ્યારે ત્રીજો કાર ચલાવતો હતો. તેમણે એમ પણ માહિતી આપી હતી કે શહીદ સૈનિકો આર્મીની કિલો બટાલિયનની ક્યૂઆરટી ટીમના છે.
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટવાની પ્રક્રીયા થઇ તેજ, શુક્રવારે થશે CWCની મીટિંગ