For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાં આતંકીઓએ સેનાના જવાનનું અપહરણ કર્યું

ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં આતંકીઓ ઘ્વારા સેનાના એક જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં આતંકીઓ ઘ્વારા સેનાના એક જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ જવાનનું નામ ઔરંગઝેબ જણાવવામાં આવી રહ્યું છે અને તે પૂંછનો રહેવાસી છે. આ જવાન રજા મળતા પોતાને ઘરે આવ્યો હતો. પોલીસે આ મામલે જાંચ શરુ કરી દીધી છે. ગયા વર્ષે દક્ષિણ કાશ્મીર શોપિયાંમાં ઇન્ડિયન આર્મી ઓફિસર લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝ પણ રજા મળવા પર પોતાને ઘરે આવ્યા હતા.

jammu kashmir

મળતી માહિતી અનુસાર આ જવાન 44 રાષ્ટ્રીય રાઇફલ સાથે પોસ્ટેડ હતો અને તેની પોસ્ટિંગ શોપિયાંમાં હતી. અહીં આ જવાન એન્ટી ટેરર ઓપેરેશનમાં શામિલ હતો. ગુરુવારે જ આતંકીઓ ઘ્વારા પુલવામાં ગંગુ નજીક સીઆરપીએફ અને પોલીસના જોઈન્ટ ચેક પોઇન્ટ પર ફાયરિંગ કરવામાં આવી હતી.

ગયા વર્ષે 10 મેં 2017 દરમિયાન 22 વર્ષના ઇન્ડિયન આર્મી ઓફિસર લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું 5 થી 6 આતંકીઓ ઘ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું શોપિયાંમાં તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે તેની લાશ હરમન વિસ્તારમાં મળી આવી હતી. તેમની લાશ પુરી રીતે ગોળીથી વીંધાયેલી હતી.

English summary
Terrorists abducted an Army Jawan, Aurangzeb from Pulwama district Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X