• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘આતંકવાદી યાસિનને છોડાવવા માટે થઇ શકે છે કેજરીવાલનું અપહરણ’

|

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે, તેમ દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને આપવામાં આવી છે અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત વીવીઆઇપી પોલીસ સુરક્ષાનો ઇન્કાર કરી રહ્યાં છે અને કહીં રહ્યાં છે કે, તે કોઇપણ હાલતમાં ખાસ સુરક્ષા નહીં લે, પરંતુ પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમની સુરક્ષા મોટો ખતરો છે.

દિલ્હી પોલીસના સૂત્રોએ કહ્યું છે કે દેશમાં અનેક આતંકી ઘટનાઓને માસ્ટર માઇન્ડ યાસિન ભટકળને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે. નોંધનીય છે કે, યાસિન ભટકળ દેશના અનેક વિસ્ફોટોનો માસ્ટર માઇન્ટ માનવામાં આવે છે, ગત વર્ષે 27મી ઑગસ્ટે તેની બિહારના મોતિહારી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

English summary
Terrorists are planning to abduct Delhi Chief Minister Arvind Kejriwal for release of Indian Mujahideen terrorist Yasin Bhatkal, according to sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X