NCBના ફેક અધિકારીઓથી ત્રસ્ત 28 વર્ષીય અભિનેત્રીએ કરી આત્મહત્યા
મુંબઈ : ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને આ વર્ષે ઘણા દિગ્ગજ કલાકારોના નિધનથી મોટો આંચકો લાગ્યો છે. વર્ષના અંતમાં હવે મુંબઈથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં એક 28 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી, જે બાદ પોલીસે તેના મૃત્યુ અંગે મોટો ખુલાસો કર્યો છે.
મુંબઈમાં અંબોલી પોલીસે જણાવ્યું હતું કે, અભિનેત્રીને નકલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારીઓ તરીકે દર્શાવીને કેટલાક લોકો દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી, તેઓએ 20 ડિસેમ્બરના રોજ અભિનેત્રીના નિવાસસ્થાન પર નકલી રેડ પણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં કેટલીક ધરપકડ પણ કરવામાં આવી છે.

બનાવટી કેસમાં ફસાવી દેવાની ધમકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક લોકોએ કથિત રીતે પોતાને NCB ઓફિસર બનાવ્યા અને એક્ટ્રેસને કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ દરમિયાનઅભિનેત્રીએ ધાકમાં આટલું મોટું પગલું ભર્યું હતું.
28 વર્ષીય યુવાને "નકલી" NCB અધિકારીઓએ તેને ડ્રગ સંબંધિત કેસમાં ફસાવવાની ધમકી આપ્યા બાદ આપગલું ભર્યું હતું. મુંબઈ પોલીસે આત્મહત્યાના સંબંધમાં નકલી NCB ઓફિસર હોવાનો દાવો કરનારા બે લોકોની ધરપકડ કરી છે.

માંગી હતી 40 લાખની લાંચ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે સૂરજ પરદેસી અને પ્રવીણ વાલિમ્બેની ધરપકડ કરી છે, આરોપ લગાવ્યો છે કે, બંને શકમંદોએ અભિનેત્રીને NCBઅધિકારી તરીકે ઓળખાવી હતી, અને તેમને માદક દ્રવ્યો રાખવા અને તેનું સેવન કરવાના ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી."
આરોપીએ અભિનેત્રી પાસેથી 40લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી, જે ઘટાડીને 20 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

મિત્રો સાથે મિલીભગત થવાની શક્યતા
ઝોન 9 DCP મંજુનાથ સિંઘે જણાવ્યું હતું કે, "અમે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે, તેમની સામે કલમ 306, 170, 420, 384, 388, 389, 506 અને 120 Bહેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં વધુ લોકોની મિલીભગતનો મામલો સામે આવ્યો છે, ટૂંક સમયમાં વધુ ધરપકડો થવાની સંભાવના છે. આગળની તપાસ ચાલુછે.
મીડિયા અહેવાલો અનુસાર 20 ડિસેમ્બરના રોજ અભિનેત્રી બે મિત્રો સાથે મુંબઈમાં હુક્કા પાર્લરમાં હતી, ત્યારે નકલી NCB અધિકારીઓએ તેનો સંપર્ક કર્યો હતો.

નવાબ મલિકે ફરી NCB પર નિશાન સાધ્યું
પોલીસને શંકા છે કે, તે સમયે અભિનેત્રી સાથે હાજર બે મિત્રો પણ આરોપી સાથે શામેલ હોય શકે છે. પોલીસે બંને મિત્રોને કસ્ટડીમાં લીધા છે. આ ઘટના બાદઅભિનેત્રીને ડિહાઈડ્રેશનનો સામનો કરવો પડ્યો હતો.
23 ડિસેમ્બરના રોજ તેણે મુંબઈ ખાતે તેના ભાડાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુનેલઈને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે NCB પર ગંભીર આરોપ લગાવ્યા છે. મલિકે કહ્યું કે, NCB અધિકારીઓએ એક 'ખાનગી સેના' બનાવી છે, જેમુંબઈમાં 'ખંડણીનું રેકેટ' ચલાવે છે.