• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહીન બાગમાં ફાયરિંગનો આરોપી કપિલ આપનો સભ્ય, ફોટાના આધારે પોલિસનો દાવો

|

એક ફેબ્રુઆરીના રોજ દિલ્લીના શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ કરવાના આરોપી કપિલ ગુજ્જર ઉર્ફે કપિલ બેંસલાના મોબાઈલ ફોનમાંથી ઘણા મહત્વના પુરાવા મળ્યા છે. તેના ફોનની તપાસ બાદ જે ફોટા રિકવર થયા છે, પોલિસના જણાવ્યા મુજબ તેનાથી સાબિત થાય છે કે તેને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ પાર્ટીમાં શામેલ કરાવ્યો હતો. દિલ્લી ક્રાઈમ બ્રાંચે પણ કહ્યુ છે કે પ્રારંભિક પૂછપરછમાં તેણે ખુદ એક વર્ષ પહેલા પિતા સાથે આમ આદમી પાર્ટીમાં શામેલ થવાની વાત કબૂલી છે. પછી જ્યારે તેના ફોનમાંથી ડિલીટ કરાયેલ ફોટાને રિકવર કરવામાં આવ્યા તો તેમાં તેની વાત સંપૂર્ણપણે સાબિત થઈ રહી છે કે તેણે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાજરમાં આમ આદમી પાર્ટીનુ સભ્યપદ લીધુ હતુ.

શાહીન બાગ ફાયરિંગનો આરોપી આપનો સભ્ય

શાહીન બાગ ફાયરિંગનો આરોપી આપનો સભ્ય

મીડિયાને જે કપિલ ગુજ્જરના ફોનમાંથી જે ફોટા મળ્યા છે તેમાં શાહીન બાગમાં પ્રદર્શન સ્થળ પાસે ફાયરિંગનો આરોપી આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ એટલે કે રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને કાલકાજીમાંથી પાર્ટી ઉમેદવાર આતિષી સાથે જોવા મળી રહ્યો છે. તેણે પોલિસને પૂછપરછમાં જણાવ્યુ છે કે તે એક વર્ષ પહેલા જ પોતાના પિતા ઉપરાંત ઘણા બીજા લોકો સાથે મ આદમી પાર્ટીનો સભ્ય બન્યો હતો. દિલ્લી પોલિસે પ્રારંભિક તપાસ બાદઆ કેસ દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો હતો. પોલિસના દાવા મુજબ આ ફોટા એ સમયના છે જ્યારે તેણે 2019માં પાર્ટીનુ સભ્યપદ લીધુ હતુ. પોલિસ આ કેસમાં આગળની તપાસ કરી રહી છે.

એક વર્ષ પહેલા સભ્યપદ લેવાનો દાવો

ઉલ્લેખનીય છે કે દિલ્લીના દલ્લુપુરા વિસ્તારના આરોપીએ શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ કરીને જયશ્રીરામના નારા પણ લગાવ્યા હતા. તેણે એ પણ કહ્યુ હતુ કે અહીં હવે માત્ર હિંદુઓની ચાલશે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી અને તેના સુપ્રીમોએ ગૃહમંત્રી અમિત શાહને દિલ્લીના કાયદો-વ્યવસ્થા માટે ઘેરવાની કોશિશ કરી હતી. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યુ હતુ, ‘અમિત શાહજી, આ તે શું હાલ બનાવીને રાખ્યા છે દીલ્લીના. ધોળે દિવસે ગોળીઓ ચાલી રહી છે.' હવે આરોપીનો આવો ફોટો સામે આવ્યા બાદ દિલ્લીનુ રાજકારણ નવેસરથી ગરમાવાની સંભાવના છે. કારણકે અત્યારે શાહીન બાગ જ મુખ્ય મુદ્દો બનેલો છે. જો કે આમ આદમી પાર્ટીએ કપિલ ગુજ્જરના આમ આદમી પાર્ટીના સભ્ય હોવાના દાવાનુ ખંડન કર્યુ છે. પરંતુ જે રીતે ફોટા મળ્યા છે. તેનાથી ભાજપ તેને ઘેરવાનો કોઈ મોકો નહિ છોડે.

હવે ષડયંત્રની તપાસ કરી રહ્યા છેઃ ડીસીપી

દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાજેશ દેવે પણ તેના ફોનમાંથી મળેલા ફોટાની પુષ્ટિ કરી છે અને કહ્યુ છે કે તેનાથી પૂછપરછમાં તેણે જે પણ જણાવ્યુ હતુ, તે વાત સાચી સાબિત થાય છે. દિલ્લી પોલિસે તે બીજા બે દિવસના રિમાન્ડ પર લીધો છે અને આ કેસમા ષડયંત્રની તપાસમાં લાગેલી છે. ડીસીપીએ જણાવ્યુ કે આ કેસમાં તેણે અત્યાર સુધી પ્રદર્શન સ્થળ સુધી આરોપીના પહોંચવાનો રસ્તો, ઘટના માટે ઉપયોગમાં લેવાયેલી બાઈક અને હથિયાર જપ્ત કરી લીધા છે.

કપિલે હવામાં કર્યુ હતુ ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે કપિલ ગુજ્જરે શાહીન બાગમાં હવામાં ફાયરિંગ કરીને સનસની મચાવી દીધી હતી. જો કે આ ઘટનામાં કોઈ ખઘાયલ થયુ નહોતુ. હવે આ વાત સામે આવી રહી છે કે તે દિલ્લીની સત્તાધારી દળથી જ કથિત રીતે જોડાયેલો રહ્યો છે. જ્યારે આ પહેલા આસપાસની જ એક અલગ ઘટનામાં એક આરોપીની પિસ્તોલ લહેરાવતો વીડોય રેકોર્ડ થયો હતો અને તેની ગોળીથી જામિયાનો એક પ્રદર્શનકારી છાત્ર ઘાયલ પણ થયો હતો. બાદમાં તે આરોપી સગીર નીકળ્યો હતો. તે ઘટના જામિયા વિસ્તારની હતી. આ ઘટનાઓ બાદ ચૂંટણી પંચે પણ કડક પગલા લઈને દક્ષિણ-પૂર્વ દિલ્લીના ડીસીપી ચિન્મય બિસ્વાલને ત્યાંથી હટાવી દીધા હતા.

આ પણ વાંચોઃ મનોજ તિવારીએ કેજરીવાલની ચેલેન્જ સ્વીકારી, બોલ્યા- જગ્યા અને સમય નક્કી કરો

English summary
The accused Kapil Gujjar of firing in Shaheen Bagh is a member of AAP-Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X