મેજર હાંડા પર દિવાનગી સવાર, 6 મહિનામાં 3000 કોલ, આ રીતે આવ્યા નજીક
ભારતીય આર્મીમાં મેજર અમિત દ્વિવેદીની પત્ની શૈલજા દ્વિવેદી (35) ની શનિવારે હત્યા કરી દેવામાં આવી હતી. પોલિસે આ મામલે સેનાના જ એક બીજા મેજર નિખિલ હાંડાની ધરપકડ કરી છે. પોલિસે તપાસમાં એ વાત સામે આવી કે નિખિલ અને શૈલજા વચ્ચે અફેર હતુ. નિખિલ લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ શૈલજા ઈનકાર કરી રહી હતી. જેના કારણે તેણે હત્યાને અંજામ આપ્યો. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ ઘણા ખુલાસા થઈ રહ્યા છે. જાણવા મળ્યુ છે કે નિખિલ અને શૈલજા વચ્ચે એટલી નિકટતા હતી કે છેલ્લા 6 મહિનામાં તેણે શૈલજાને 3000 વાર કોલ કર્યા હતા.

ત્રણ વર્ષથી એકબીજાને જાણવા સમજવા લાગ્યા હતા
નિખિલ અને શૈલજા 2015 થી એકબીજાને જાણતા હતા. શરૂઆત ત્યારે થઈ જ્યારે શૈલજાના પતિ નાગાલેન્ડના દીમાપુરામાં પોસ્ટેડ હતા. અહીં મેજર હાંડા પણ તૈનાત હતા. પોલિસના જણાવ્યા મુજબ અધિકારીઓના કાર્યક્રમો અને અન્ય સોશિયલ ઈવેન્ટ્સમાં બંનેની મુલાકાત થવા લાગી. શૈલજા અને હાંડા દીમાપુરમાં પડોશી હતા. હાંડા ત્યાં એકલા રહેતા હતા.

શૈલજા જ્યારે દિલ્હી આવી તો સહન ના કરી શક્યા મેજર
કહેવામાં આવી રહ્યુ છે કે જ્યારે 2 મહિના પહેલા મેજર અમિત પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયા ત્યારથી મેજર હાંડા શૈલજાથી દૂર થઈ ગયા હતા જે તેમનાથી સહન થતુ નહોતુ. દિલ્હી પોલિસે રવિવારે એ પણ દાવો કર્યો કે મેજર નિખિલ હાંડાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલિસના જણાવ્યા મુજબ હાંડાએ કહ્યુ છે કે જ્યારે શૈલજાએ તેની સાથે એકસ્ટ્રા એરિટલ અફેર ચાલુ રાખવાની ના પાડી ત્યારે તેણે હત્યા કરી દીધી.

પતિની ચેતવણી બાદ હાંડા સાથે અફેર ખતમ કરવા લાગી હતી શૈલજા
અંગ્રેજી વેબસાઈટ મેલ ટુડેના જણાવ્યા અનુસાર અમિતને હાંડા અને શૈલજાના અફેર વિશે ખબર પડી ગઈ હતી. તેણે અફેર ખતમ કરવાની ચેતવણી આપી હતી. શૈલજાએ અફેર ખતમ કરવાની કોશિશ પણ શરૂ કરી દીધી હતી. તેણે હાંડા સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી અને પતિ સાથે દિલ્હી આવી ગઈ હતી.

હત્યાને દુર્ઘટનાનું સ્વરૂપ આપવા માટે આવુ કર્યુ
નિખિલે હત્યાને દુર્ઘટનાનું સ્વરૂપ આપવા માટે તેના ચહેરાને ગાડીથી છૂંદી નાખ્યો અને ત્યાંથી સીધો પોતાના ઘરે જતો રહ્યો. તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો. જ્યારે આ હત્યાના સમાચાર તેણે ટીવી પર જોયા ત્યારે તો કલાકો સુધી પોતાની ગાડીમાં ફરતો રહ્યો અને પછી ત્યાંથી મેરઠ જતો રહ્યો.

મિસીઝ ઈન્ડિયા અર્થ 2017 ની ફાઈનલિસ્ટ રહી ચૂકી હતી શૈલજા
મૂળ અમૃતસરની રહેવાસી શૈલજાની ઉંમર 35 વર્ષની હતી. શૈલજા યોગ કરતી હતી. તેની લાઈફમાં ખુશીઓ, ઓફિસર પતિ અને બધુ જ હતુ. આત્મવિશ્વાસી, ખુશમિજાજ, જિંદાદિલ સ્વભાવના કારણે જ શૈલજા મિસીઝ અર્થ 2017 ની ફાઈનલિસ્ટ બની હતી. શૈલજા એક ફેશન મેગેઝિનની કવર ગર્લ પણ બની હતી. તેણે અર્બન પ્લાનિંગમાં એમટેકની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તેણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાંથી બેચલર્સ અને જિઓગ્રાફીમાં માસ્ટર્સ કર્યુ હતુ. મેજર અમિત અને શૈલજાના લગ્ન 2009 માં થયા હતા. શૈલજાને ડાંસિંગ, કુકિંગ, બોલિવુડ મ્યૂઝિક અને હિન્દી ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો. મિલનસાર હોવાના કારણે શૈલજાનું મિત્રવર્તુળ ખૂબ મોટુ હતુ. અર્બન પ્લાનિંગમાં એમટેક શૈલજા લેક્ચરર હતી. હાલમાં તે એક એનજીઓ સાથે પણ જોડાઈ હતી. શૈલજા અને અમિતનો એક 6 વર્ષનો પુત્ર પણ છે.