For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FB પર ફેક પ્રોફાઈલ બનાવી ફસાવતો મેજર, શૈલજાની નજીક આવવા પતિ સાથે કરી દોસ્તી

ભારતીય સેનાના એક મેજરની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના મામલે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી મેજર હાંડાને જેમ પોલિસ પૂછપરછ કરી રહી છે તેમ તેની પર્સનલ જીવનનો ખતરનાક ચહેરો સામે આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનાના એક મેજરની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના મામલે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી મેજર હાંડાને જેમ જેમ પોલિસ પૂછપરછ કરી રહી છે તેમ તેમ તેની પર્સનલ જીવનનો ખતરનાક ચહેરો સામે આવી રહ્યો છે. પોલિસ સૂત્રોના જણાવ્યા મુજબ શૈલજા દ્વિવેદી એકલી નહોતી જેને ગર્લફ્રેન્ડ બનાવવા માટે હાંડાએ એપ્રોચ કર્યુ હતુ પરંતુ ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવીને મેજર હાંડાએ ઘણી છોકરીઓને પ્રેમની નકલી જાળમાં ફસાવી રાખી હતી. અંગ્રેજી વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ એક છૂટાછેડા લીધેલ મહિલા પણ મેજર હાંડાની જાળમાં ફસાઈ હતી જેની સાથે કલાકો સુધી ચેટિંગ કરતો હતો. કહેવામાં તો એ પણ આવી રહ્યુ છે કે તે બધી છોકરીઓને લગ્નનું વચન પણ આપતો હતો. આગળ જાણો, વિસ્તારથી...

નિખિલ હાંડા પાસે મળ્યા 2 ફોન, નિવેદન આપી શકે 3 અન્ય યુવતીઓ

નિખિલ હાંડા પાસે મળ્યા 2 ફોન, નિવેદન આપી શકે 3 અન્ય યુવતીઓ

પોલિસને નિખિલ હાંડા પાસેથી 2 ફોન મળ્યા છે. ફોનની તપાસ બાદ માલુમ પડ્યુ કે શૈલજા ઉપરાંત હાંડા દિલ્હીની અન્ય 3 યુવતીઓના ટચમાં હતો. પોલિસે તેમને પણે નિવેદન આપવા માટે બોલાવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આટલી યુવતીઓ નિખિલ હાંડાની શિકાર થઈ પરંતુ કોઈ પણ મામલો પોલિસ સુધી પહોંચ્યો નહિ.

3 ફેક પ્રોફાઈલ બનાવી રાખ્યા હતા હાંડાએ, પોતાને મોટો બિઝનેસમેન ગણાવતો

3 ફેક પ્રોફાઈલ બનાવી રાખ્યા હતા હાંડાએ, પોતાને મોટો બિઝનેસમેન ગણાવતો

સૂત્રો અનુસાર મેજર હાંડાની 3 પ્રોફાઈલ હતી, એકમાં તેણે પોતાને આર્મી ઓફિસર બતાવ્યો હતો જ્યારે બીજામાં પોતાને દિલ્હીનો એક મોટો બિઝનેસમેન. બીજા ફેક પ્રોફાઈલનો ઉપયોગ કરી મેજર યુવતીઓ સાથે દોસ્તી કરતો હતો. પૂછપરછમાં તેણે પોલિસને જણાવ્યુ કે નકલી ફેસબુક એકાઉન્ટની મદદથી તેણે શૈલજા સાથે 2015 મા દોસ્તી કરી હતી. છ મહિના સુધી તો તે પોતાને એક બિઝનેસમેન બતાવતો રહ્યો. ત્યારે તેની પોસ્ટિંગ શ્રીગનરમાં હતી. દોસ્તી જ્યારે આગળ વધી તો આરોપીએ શૈલજાને હકીકત કહી દીધી. પોલિસના જણાવ્યા અનુસાર પોતાના એક કોમન ફ્રેન્ડની ટાઈમલાઈન પર પહેલી વાર મેજર હાંડાએ શૈલજાનો ફોટો જોયો હતો.

શૈલજાની વધુ નજીક આવવા મેજર હાંડાએ કરી તેના પતિ સાથે દોસ્તી

શૈલજાની વધુ નજીક આવવા મેજર હાંડાએ કરી તેના પતિ સાથે દોસ્તી

મામલાની તપાસ કરી રહેલ અધિકારીઓનો દાવો છે કે ત્યારબાદ હાંડાએ શૈલજાના પતિ મેજર અમિત દ્વિવેદી સાથે દોસ્તી કરી જેનાથી તે તેમના ઘરે થતી પાર્ટીઓમાં શામેલ થઈ શકે. તે નાગાલેન્ડમાં દ્વિવેદીના ઘરે ઘણી વાર આવતો જતો હતો. જ્યાં સુધી અમિત દ્વિવેદીએ પોતાની પત્ની શૈલજા અને મેજર હાંડા વચ્ચેના વીડિયો કોલ નહોતો જોયો ત્યાં સુધી મેજર દ્વિવેદી અને હાંડા વચ્ચે બધુ ઠીકઠાક ચાલી રહ્યુ હતુ. પોલિસે જણાવ્યુ કે વીડિયો જોયા બાદ મેજર દ્વિવેદીએ પોતાના ઘરે આવવા માટે ના પાડી દીધી.

શૈલજાની હત્યા કર્યા બાદ એક ગર્લફ્રેન્ડને કર્યો હતો ફોન

શૈલજાની હત્યા કર્યા બાદ એક ગર્લફ્રેન્ડને કર્યો હતો ફોન

સોમવારે પૂછપરથ દરમિયના નિખિલે ખુલાસો કર્યો કે શૈલજા ઉપરાંત તેની ઘણી ગર્લફ્રેન્ડ હતી. શૈલજાની હત્યા કર્યા બાદ નિખિલે સૌથી પહેલા કોલ કરીને એક ગર્લફ્રેન્ડને હત્યાની વાત જણાવી હતી પરંતુ તેણે કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જાણકારી મુજબ આ યુવતી દિલ્હીના પટેલ નગરની રહેવાસી છે અને તેને હત્યા વિશે પોલિસની પહેલા જાણકારી મળી ગઈ હતી.

English summary
The accused in the Shailza Dwivedi’s murder case, Major Nikhil Rai Handa, had allegedly made a fake profile on social media to befriend women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X