શ્રીનગર મુઠભેડમાં સેનાને મળી મોટી સફળતા, હિજબુલનો ચીફ કમાંડર ઠેર
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. આને કારણે રવિવારે ફરીથી શ્રીનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. માર્યા ગયેલો આતંકવાદી હિઝબુલનો ટોચનો કમાન્ડર હોવાનું કહેવાઈ રહ્યું છે, તેથી સુરક્ષા દળો માટે આ કામગીરી મોટી સફળતા છે. તે જ સમયે, આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે એક આતંકી શ્રીનગરના મકાનમાં છુપાયો હતો. જેના પર સૈન્યના રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ ઓપરેશન જૂથ અને સીઆરપીએફએ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેને સુરક્ષા દળોએ યોગ્ય જવાબ આપ્યો હતો. સાથોસાથ એક આતંકવાદીનો .ગલો કર્યો. કાશ્મીર આઈજીના જણાવ્યા મુજબ, તે 95 ટકા નિશ્ચિત છે કે માર્યો ગયેલો આતંકી હિઝબુલનો ચીફ કમાન્ડર છે. ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદની પણ ધરપકડ કરવામાં આવી હતી.
બડગામ જિલ્લાના મોચુઆ વિસ્તારમાં ગયા અઠવાડિયે આતંકવાદીઓ અને સૈન્યની મુકાબલો થયો હતો. જેમાં બે આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા. માર્યા ગયેલા બંને આતંકીઓ જેશ-એ-મોહમ્મદના હતા. તેમાંથી એક પાકિસ્તાનથી ઘૂસણખોરી દ્વારા આવ્યો હતો, જ્યારે બીજો પુલવામા જિલ્લાનો હતો. અત્યારે એલઓસી પર મોટી સંખ્યામાં આતંકીઓ છે, જેના કારણે સેના પણ સાવચેતી રાખી રહી છે.
વિપક્ષ પર મોદીનો પ્રહાર- યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે